એજ્યુકેશન

ધી રેડિયન્ટ ઈન્ટરનેશનલ સ્કૂલની તાશાએ પ્રતિભાનું પ્રદર્શન કરી ઇનામ મેળવ્યું

સુરતઃ ધી રેડિયન્ટ ઈન્ટરનેશનલ સ્કૂલની તાશા મોદી (9-E CBSE) એ 33મી વીર સાવરકર ઓલ ઈન્ડિયા સી સ્વિમિંગ કોમ્પિટિશન – 2024 માં ભાગ લીધો હતો. યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કમિશનર દ્વારા આયોજિત આ પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં તાશાએ તેની નોંધપાત્ર પ્રતિભાનું પ્રદર્શન કરીને 1લું ઇનામ મેળવ્યું. તેણીની ઉત્કૃષ્ટ સિદ્ધિ – તેણીની સખત મહેનત, સમર્પણ અને સ્વિમિંગ પ્રત્યેના જુસ્સાનો પુરાવો છે. તેણીને ગવર્મેન્ટ કલચરલ ડિપાર્ટમેન્ટ તરફથી 50,000/- નો ચેક અને પૂજ્ય શ્રીમોટા, હરિ:ૐ આશ્રમ, સુરત તરફથી પ્રથમ ઈનામ 2,01,000/- નો ચેક મળેલ છે.

યુવા મેનેજીંગ ડાયરેક્ટર  કિશનકુમાર માંગુકિયા તરફથી તાશા મોદી જ્યાં સુધી  સંસ્થામાં ભણે ત્યાં સુધી એડ્યુકેશન ફ્રી ની સ્કોલરશીપ આપી છે. તેઓને શાળા પરિવાર અને મેનેજીંગ ડાયરેક્ટર  કિશનકુમાર માંગુકિયા, કેમ્પસ ડિરેક્ટર  આશિષ વાઘાણી અને પ્રિન્સિપાલ  તૃષાર પરમાર સર દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button