વનવાસી જન કલ્યાણ સેવા ટ્રસ્ટ સુરત દ્વારા શ્રીમદ ભાગવત પરાયણ અને કથા પ્રવચનનું આયોજન
વનવાસી લોકો માટે મંદિર નિર્માણ અને વનવાસી બાળકો માટે છાત્રવાસ બનાવવાના હેતુથી આ કથા નું આયોજન

સુરતઃ વનવાસી જન કલ્યાણ સેવા ટ્રસ્ટ સુરત દ્વારા શ્રીમદ ભાગવત પરાયણ અને કથા પ્રવચનો આયોજન કરવામાં આવ્યું છે તારીખ 5’મી ઓક્ટોબરથી લઈને 11’મી ઓક્ટોબર સુધી સેંટોસા હાઈટ ,કેનાલ રોડ, અલ્થાન સુરત ખાતે આ આયોજન કરવામાં આવ્યું છે.
ગુરૂવાર 5’મી ઓક્ટોબર ની સવારે 7:30 વાગે તુલસી પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે નેક્સ્ટ આર્ચીટ અલ્થાન થી શરૂ થશે અને કથા સ્થળ સુધી પહોંચશે. શ્રીમદ ભાગવત પરાયણ અને કથા પ્રવચન કથાકાર શ્રી રામજી મિશ્રા દ્વારા લોકોને જ્ઞાન પહોંચાડવામાં આવશે. આ કથા માં દરેક દિવસે સવારે 8:00 વાગે થી બપોરે 2:30 વાગે સુધી ભાગવત પરાયણ ના 18000 શ્લોક નું 21 પંડિતો દ્વારા ઉચ્ચારણ કરી પાઠ કરવામાં આવશે.
સાથે તારીખ સાતમી ઓક્ટોબર શનિવારના રોજ રાત્રે 9:30 કલાકે સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષ આ કથાનું આયોજન ભાદરવી શ્રાદ્ધ પક્ષ ના દિવસોમાં કરવામાં આવતી હોય છે જેથી પિતૃ પક્ષ માં લોકોને પૂજા પાઠ નો લાભ કથાના માધ્યમ થી લઈ શકે સાથે આ કથા નો મુખ્ય હેતુ દક્ષિણ ગુજરાત માં રહેતા વનવાસી લોકો માટે મંદિર નિર્માણ અને વનવાસી બાળકો માટે છાત્રવાસ બનાવવાના હેતુથી આ કથા નું આયોજન કરવામાં આવતું હોય છે.
વનવાસી જન કલ્યાણ સેવા ટ્રસ્ટ સુરત દ્વારા આ કથા નું આયોજન કરવામાં આવ્યું છે . સાથે વિજય ગોયલ અને ખુશભાઈ દવે જે સહ સંયોજક તરીકે પોતાની ફરજ નિભાવી રહ્યા છે. સેંટોસા હાઈટ સોસાયટી ના પ્રેસિડેન્ટ વાલજી ગજરા અને સેક્રેટરી નલિન મેહતા અને કમલ ગોયલ જે સંયોજક તરીકે પોતાની સેવા આપી રહ્યા છે.