શ્રી સ્વામિનારાયણ એચ.વી. વિદ્યાલય કેમ્પસ, શ્રી સ્વામિનારાયણ એકેડેમી NEET:- 2023-24ની સિદ્ધિ
સુરતઃ અડાજણ સ્થિત શ્રી સ્વામિનારાયણ એકેડમી એટલે જ્ઞાન શિક્ષણ અને સંસ્કારોનો ત્રિવેણી સંગમ છેલ્લા 25 વર્ષોથી અવિરતપણે શિક્ષણ દ્વારા સમાજ અને રાષ્ટ્રની સેવાના હેતુથી શાળાના ટ્રસ્ટી,આચાર્ય તેમજ સ્ટાફ મિત્રો સમર્પિત રહે છે. શિક્ષણમાં પ્રતિવર્ષ પ્રતિદિન અવનવા પ્રયોગો પદ્ધતિઓ દ્વારા શિક્ષણને રસપ્રદ અને બાળકોને રુચિકર બનાવવાના ઈનોવેટિવ પ્રયાસ સતત કરવામાં આવે છે. છેલ્લા 25 વર્ષથી સતત ધોરણ 12માં 100% રિઝલ્ટ આપવામાં શાળા સફળ રહી છે.
કોવીડ જેવી અતિ કપરી પરિસ્થિતિમાં પણ આચાર્ય, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ અને વાલીઓના સહિયારા પ્રયાસ અને સહકારથી સારામાં સારું પરિણામ મેળવ્યું. આચાર્યા શ્રીમતી પાત્રા મેડમ, ઉપઆચાર્યા શ્રીમતી પાલ મેડમ તથા સમસ્ત શિક્ષક ગણના પરિશ્રમ અને પ્રોત્સાહનથી આ વર્ષે પણ ધોરણ:-12 સાયન્સ (NEET) નું ઝળહળતું પરિણામ આવેલ છે. જેમાં શાળાના બે વિદ્યાર્થીઓ નામે આદિત્ય દયાલએ 720 માથી 684 તેમજ માર્મિક પારીખએ 720 માથી 579 ગુણ પ્રાપ્ત કરેલ છે. આદિત્ય દયાલ નર્સરી થી આ શાળામાં શિક્ષણ લીધેલ છે. વધુમાં વિદ્યાર્થીના માતા શ્રીમતી વંદના દયાલ આજ શાળા માં શિક્ષક તરીકે ફરજ બજાવેલ છે.
શાળાના સંસ્થાપક શાસ્ત્રી સ્વામી શ્રી હરિવલ્લભદાસજીએ સમસ્ત વિદ્યાર્થીગણ, શિક્ષકગણ તેમજ વાલીઓને શુભેચ્છા તથા સુભાષિત પાઠવેલ છે.
સંચાલકશ્રી દિનેશભાઈ ગોંડલીયા અને હિંમતભાઈ ગોંડલીયાએ તમામ વિદ્યાર્થીઓ સ્ટાફ મિત્રો અને વાલી મિત્રો ને તેમના યોગ્ય સંકલનથી જ સારામાં સારું પરિણામ મેળવી શકાયું, જે બદલ સૌને શુભેચ્છા પાઠવેલ છે.