દર્શન- જ્ઞાન- ચારિત્રના ઉપકરણોને દર્શન માટે મૂકવામાં આવ્યા
શ્રી સુરત પાંજરાપોળ ઘોડદોડ રોડ શાખા મુકામે કે જ્યાં એક વર્ષ પહેલાં દર્શનય ચૌમુખજી પ્રતિષ્ઠિત કરવામાં આવેલ હતા. આજે તેની બરાબર બાજુમાં દર્શન- જ્ઞાન- ચારિત્રના ઉપકરણોને દર્શન માટે મૂકવામાં આવ્યા છે જૈન ધર્મમાં જે ઉપકરણો દેરાસર, સાધુ-સાધ્વીજી ભગવાન માટે તેમજ ભણવા માટે ઉપયોગમાં લેવાય છે તેવા ઉપકરણો દર્શન માટે મૂકવામાં આવ્યા છે.
શ્રી સહસ્રફણા પાશ્વૅનાથ ભગવાનની 252 મી સાલગીરી, આચાર્ય ભગવંત શ્રી ઓમકારસૂરીશ્વરજી મહારાજ સાહેબની જન્મ શતાબ્દી વર્ષ તેમજ યુગપ્રધાન આચાર્યશ્રી ચંદ્રશેખર વિજય મહારાજ સાહેબ ની 12મી વાર્ષિક પુણ્યતિથિના નિમિત્તે આ કાર્ય કરવામાં આવ્યું હતું.જેમાં આચાર્ય શ્રીજિનસુંદર સૂરીશ્વરજી મહારાજ સાહેબ નિશ્રામાં પ્રાપ્ત થઈ હતી દર્શન- જ્ઞાન- ચારિત્રના ઉપકરણોને દર્શન માટે આજના શુભ દીને ખુલ્લા મુકવામાં આવ્યા હતા.
કાર્યના મુખ્ય લાભાર્થી શ્રી માણેકલાલ નાનચંદ પરિવાર..તેમજ સમગ્ર આયોજન શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ હતુ.