સુરત પીપલ્સ કો ઓપરેટીવ બેંક પુરસ્કૃત સુરત ક્રિકેટ લીગ – 2023 સુરત ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસોસીએશનના નેજા હેઠળ લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ પર તારીખ 18/03/2023 થી શરૂ થશે.
આજે સુરત ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસોસીએશન ના લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડીયમ પર ખેલાડીઓનું ડ્રાફ્ટ સીલેકશન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્રમુખશ્રી હેમંત ભાઈ કોન્ટ્રાક્ટર, મંત્રીશ્રી હિતેશ પટેલ, ક્રિકેટ સેક્રેટરી ડો. નૈમેષ દેસાઈ, મેન્ટ૨ શ્રી કનૈયા ભાઈ કોન્ટ્રાક્ટર તેમજ મેનેજીંગ કમિટી સભ્ય મુકેશ દલાલ, રમેશ શાહ, યેશા કોન્ટ્રાક્ટર, અક્ષરા કોન્ટ્રાક્ટર ઉપસ્થિત રહ્યા હતા.
આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ટીમ નીચે મુજબ છે.
1. બલ્યુ વોરીયર્સ – મિતુલ શાહ,ગૌતમ બુચા, અંકુર શાહ & ગૌરવ સલુજા
2. સુરત સ્ટ્રાઈકર્સ – ધવલ શાહ & વિકી દેસાઈ
3. સુરત ઓલ સ્ટાર – ગુંજન પટેલ & બોની પટેલ
4. ડુમ્મસ ઇલેવન – ભાવિક પટેલ & વિશ્વા પટેલ
5. શ્રી સ્પોટ્સ ક્રિકેટ એકેડેમી – એસ.કે સિંગ & રાકેશ પંચોલી
6. પાર્થ ટેક્સ – પાર્થ ડોંડા,સિદ્ધાર્થ ચોવડીયા & યશ પટેલ
7. પટેલ સ્પોર્ટ્સ એસોસિએશન – યોગેશ પટેલ & ચેતન પટેલ
8. સુરત ટાઈટેન્સ – ધર્મેશ પટેલ & મેહુલ પટેલ
આજ રોજ થયેલ ખેલાડીઓની પસંદગી મુજબ દરેક ટીમને ૨૨ ખેલાડીઓની રહેશે, જેમાં પાંચ ખેલાડીઓ જીસીએના નેજા હેઠળ આવતા સુરત સિવાયના અન્ય જિલ્લાઓ જેવા કે અમદાવાદ,ખેડા,આણંદ, ગાંધીનગર, વલસાડ, ભરૂચ, પંચમહાલ, બનાસકાંઠા દમણ, દાદરા નગર હવેલી માથી પસંદ કરવામાં આવી હતી.
જ્યારે સુરતના 17 ખેલાડીઓની દરેક ટીમમાં રમી શકશે. દરેક ટીમ એકબીજા સામે લીગ મેચ રમશે તેમજ લીગ મેચના અંતે પ્લેઓફ રમાડવામાં આવશે.
યુ ટયુબ પર તમામ મેચનું જીવંત પ્રસારણ કરવામાં આવશે