ગુજરાતસ્પોર્ટ્સ

ગુજરાતની દાનિયાએ અંડર-11 નેશનલ ટીટીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો

ગાંધીધામ, તા.21 : કેરળમાં ચાલી રહેલી 84મી આંતર-રાજ્ય સબ જુનિયર અને કેડેટ નેશનલ ટીટી ચેમ્પિયનશીપની ગર્લ્સ અન્ડર-11 કેટેગરીની સેમિફાઇનલમાં ગુજરાતની દાનિયા ગોડિલની પશ્ચિમ બંગાળની અને ટોચ ક્રમાંકિત સતુર્યા બેનર્જી સામે 1-3 (8-11,9-11,15-13,4-11) થી હાર થતાં બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.
રાષ્ટ્રીય કક્ષાની ટીટી ચેમ્પીયનશીપમાં 13માં ક્રમાંકિત દાનીયાનો આ પ્રથમ મેડલ છે.
દરમિયાન, ગર્લ્સ અંડર-13 ડબલ્સની ક્વાર્ટર ફાઇનલમાં, ગુજરાતની જિયા ત્રિવેદી અને મૌબોની ચેટરજી બંગાળની અને ૪થા ક્રમાંકિત જોડી શ્રેયા ધર અને પ્રીતિ પોલ સામે 2-3 (11-5, 10-12, 12-10, 4-11, 7-11) થી હારી ગયા હતા.
ગુજરાતની ગર્લ્સ અંડર-11 અને 13ના કોચ સોનલ જોષીએ જણાવ્યું હતું કે દાનિયાનો મેડલ ખૂબ જ આનંદદાયક છે. “ગુજરાત ઉચ્ચ શ્રેણીઓમાં સારું પ્રદર્શન કરી રહ્યું છે અને હવે અમે કેડેટ ઇવેન્ટમાં પણ સતત સારું પ્રદર્શન કરી રહ્યા છીએ.” ગુજરાતની ભૂતપૂર્વ મહિલા નંબર 1 સોનલે જણાવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button