શ્રી સ્વામિનારાયણ ડિવાઈન મિશન અનાદિ મુક્તરાજ શ્રી નારાયણભાઈની શતાબ્દી મહોત્સવનો પ્રારંભ
શ્રી સ્વામિનારાયણ ડિવાઈન મિશનના સ્થાપક અનાદિ મુક્તરાજ શ્રી નારાયણભાઈની શતાબ્દી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે 12 થી 16 ફેબ્રુઆરી 2023 દરમિયાન જીએમડીસી અમદાવાદના પરિસરમાં હેલ્મેટ ચાર રસ્તા, મેમનગર ખાતે પાંચ દિવસીય ભવ્ય કાર્યક્રમની ઉજવણી કરવામાં આવશે.
આ મહોત્સવમાં પોથીયાત્રા ઉપરાંત પારાયણ, પ્રાગટ્ય દિવસની આરતી, શોભાયાત્રા, મુક્તરાજ પૂ. શ્રી નારાયણભાઈના જીવન-દર્શન-પ્રદર્શન, ફૂલાશ્રમ-નીલકંઠવર્ણી દર્શન, બાલનગરી જેવા આકર્ષણો પણ જોઈ શકાય છે. 15મી ફેબ્રુઆરીના રોજ બ્લડ ડોનેશન કેમ્પ અને મેડિકલ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવશે.
છારોરીના સદગુરુશ્રી માધવપ્રિયદાસજી સ્વામી અને જેતપુર શ્રી સ્વામિનારાયણ મંદિરના મહંતશ્રી નીલકંઠ ચરણદાસજીસ્વામી પારાયણના મુખ્ય વક્તા હતા, જેમણે શ્રીમુખવાણી વચનામૃતની જ્ઞાન ગંગા વહેતી કરી હતી.
આજે શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશનના સ્થાપક અનાદિ મુક્તરાજ શ્રી નારાયણભાઈની શતાબ્દી ઉજવણીનો પ્રારંભ થયો. આ પ્રસંગે માધવ પ્રિય દાસજી, જ્ઞાનપ્રકાશ દાસજી, બાલ કૃષ્ણ દાસજી, વિશ્વ પ્રકાશ દાસજી, રામકૃષ્ણદાસજી સ્વામી ઉપસ્થિત રહ્યા હતા.