ફ્રેનાઝે અપસેટ સર્જીને મૌમાને હરાવી પ્રિ ક્વા. ફાઇનલમાં પ્રવેશ
19મા ક્રમની ફ્રેનાઝે ભારતની ભૂતપૂર્વ નંબર વન મૌમા દાસ સામે જોરદાર લડત આપી હતી, મૌમાએ પહેલી ગેમ જીતી હતી પરંતુ ત્યાર બાદ સુરતની 28 વર્ષીય ફ્રેનાઝ હાવી થઈ ગઈ હતી. બીજી ગેમ ફ્રેનાઝે જીતી હતી તો ત્રીજી ગેમ પણ તેના જ પક્ષે રહી હતી પરંતુ મૌમાએ વળતો પ્રહાર કરીને આગામી બે ગેમ જીતી લીધી હતી. પરંતુ સુરતની ખેલાડીએ હાર માની ન હતી અને બાકીની ગેમ જીતીને મેચ જીતી લીધી હતી.
ભારતની 12મા ક્રમની તથા ગુજરાતની ક્રિત્વિકા રોયે પણ પ્રિ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો આ માટે તેણે રિઝર્વ બેંકની વી. હર્ષાને 4-0 (11-4,11-4,11-3,11-7)થી હરાવી હતી.
મેન્સ વિભાગમાં સ્થાનિક ખેલાડી માનુષ શાહ (ભારતનો ચોથો ક્રમાંકિત)એ પ્રિ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશવા માટે મહારાષ્ટ્ર-બી ટીમના શૌનક શિંદેને 4-1 (11-5,11-6,7-11,11-2,11-6)થી હરાવ્યો હતો.
મિક્સ ડબલ્સમાં રાઉન્ડ ઓફ 32માં ગુજરાતના ખેલાડીઓ માટે સારો દિવસ રહ્યો હતો કેમ કે માનુષ અને શ્રીજા અકુલા (આરીઆઇ)એ રક્ષિત બારીગીડાડ (કર્ણાટક) તથા રોની મારિયા (સીબી)ની જોડીને 3-1થી હરાવી હતી. સોહમ ભટ્ટાચાર્ય અને ફિલઝાહ ફાતીમા કાદરી (ગુજરાત)ની જોડીએ રવીન્દ્ર કોટિયાન અને સાગરકા મુખરજીની જોડી સામે 3-0થી આસાન વિજય હાંસલ કર્યો હતો તો ચિત્રાક્ષ ભટ્ટ અને ફ્રેનાઝ (ગુજરાત)ની જોડીએ સુધાંશુ ગ્રોવર અને ગરીમા ગોયેલ (દિલ્હી)ની જોડીને 3-1થી હરાવી હતી.
દરમિયાન અંકુર ભટ્ટાચાર્યજી (બંગાળ)એ અંડર-17 બોયઝ ટાઇટલ જીતી લીધું હતું જયાં તેણે તામિલનાડુના પ્રિયેશ રાજને 4-2થી હરાવ્યો હતો તો ગર્લ્સ અંડર-17માં સુહાના સૈનીએ ટાઇટલ જીતવા માટે તનિષ્કા કોટેચાને 4-0 (11-8,11-8,11-6,11-6)થી હરાવી હતી.
અંડર-15 બોયઝ ટાઇટલ પુનિત બિશ્વાસે તથા ગર્લ્સ ટાઇટલ શુભનક્રિતા દત્તાએ જીત્યું હતું.
અંતિમ પરિણામોઃ
અંડર-15 બોયઝઃ પુનિત બિશ્વાસ જીત્યા વિરુદ્ધ ઉમેશ કુમાર 4-2 (7-11, 11-7, 5-11, 11-9, 11-8). અંડર-15 ગર્લ્સઃ શુભનક્રિતા દત્તા જીત્યા વિરુદ્ધ સયાનિકા માજિ 4-0 (11-8, 11-6, 11-6, 11-9).
યૂથ બોયઝ (અંડર-19 રાઉન્ડ ઓફ 32
સૌમ્યદિપ સરકાર જીત્યા વિરુદ્ધ બુરહાનુદ્દીન માલુભાઈ (ગુજરાત) 3-0 (11-5,11-7,11-8).
મિક્સ ડબલ્સઃ રાઉન્ડ ઓફ 32
માનવ ઠક્કર અને અર્ચના કામથ જીત્યા વિરુદ્ધ શૌનક ગુહા અને સંદીકા ભટ્ટાચાર્યજી 3-0 (11-5,11-1,11-4).