ગુજરાત

જી-૨૦ સમિટ અનુસંધાને ભારત સરકારના પ્રવાસન વિભાગની ટીમે કચ્છની મુલાકાત લઇને તૈયારીની સમીક્ષા કરી

ભુજ સ્મૃતિવન અને ધોળાવીરાની મુલાકાત લીધી

ભુજ: જી -૨૦ ની સમિટ ધોરડો ખાતે યોજાવાની છે. જેને સંલગ્ન વિશ્વના ૨૭ દેશના પ્રવાસન વિભાગના પ્રતિનિધિઓ તા. ૭ થી ૧૦ ફેબ્રુઆરી સુધી કચ્છમાં રોકાણ કરીને સમિટમાં ભાગ લેવા સાથે જિલ્લાના પ્રવાસન સ્થળોની મુલાકાત પણ લેશે. જે અનુંસંધાને આજે ભારત સરકારના પ્રવાસન વિભાગના સેક્રેટરી સહિતની એક ટીમ કચ્છની મુલાકાત લઇને જી-૨૦ સમિટને લઇને થતી તૈયારીઓની સમીક્ષા કરી હતી. જી-૨૦ સમિટના અનુસંધાને મિનીસ્ટ્રી ઓફ ટુરીઝમના સેક્રેટરી, અરવિંદસીંઘ, મિનીસ્ટ્રી ઓફ ટુરીઝમના ડાયરેકટર આર.ડી.વેંકેટશન, ડાયરેકટર જસવિંદર સીંધ, ડાયરેકટરરાધા કટયાલ નારંગ, જી-૨૦ સચિવાલયના ડેપ્યુટી સેક્રેટરી રાજીવ જૈન, ઓએસડી લેફટન્ટ કર્નલ ડબલ્યુ.ડી.સીંઘ આજે કચ્છની મુલાકાતે આવ્યા હતા.

તેઓએ પ્રથમ ભુજ ખાતે સ્મૃતિવનની મુલાકાત લઇને વિવિધ વિભાગો નિહાળ્યા હતા. જી-૨૦ પરિષદમાં ભાગ લેનાર દેશોના સભ્યો અહીંની મુલાકાત લેનાર હોવાથી પૂર્વ તૈયારી અંગે સમીક્ષા કરી હતી તેમજ વહીવટીતંત્ર સાથે આ મુદે ચર્ચા કરીને જરૂરી સુચના આપી હતી. આ બાદ કેન્દ્રીય ટીમે વિશ્વ વિરાસત ધોળાવીરાની મુલાકાત લઇને અહીંની વ્યવસ્થા તથા અન્ય સંબંધિત મામલે કલેકટર દિલીપ રાણા સાથે ચર્ચા કરી હતી. ઉપરાંત ધોરડો ખાતે વહીવટી તંત્ર સાથે બેઠક યોજીને જી-૨૦ પરિષદની સમગ્ર તૈયારી મામલે બેઠક યોજીને જરૂરી ચર્ચા-વિચારણા કરી હતી. ખુટતી કડીઓ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આજની આ મુલાકાતમાં જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, પ્રાંત અધિકારીશ્રી અતિરાગ ચપલોત ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button