બિઝનેસ

પેટીએમ પેમેન્ટ બેંકને ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ સર્વિસિસ ચલાવવા રિઝર્વ બેંકની મંજૂરી

ભારત બીલ પેમેન્ટના ઓપરેટીંગ યુનિટ તરીકે બીલ પેમેન્ટ અને એગ્રીગેશન બિઝનેસ ચલાવવા આખરી મંજૂરી

ભારતમાં વિકસેલી પેટીએમ પેમેન્ટ બેંક લિમિટેડ (પીપીબીએલ)ને પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ એક્ટ 2007 હેઠળ  રિઝર્વ બેંક તરફથી ભારત બીલ પેમેન્ટના ઓપરેટીંગ યુનિટ તરીકે કામ કરવાની મંજૂરી મળી છે. ભારત બીલ પેમેન્ટની સિસ્ટમની સંસ્થા તરીકે પેટીએમ પેમેન્ટ બેંકને બીલ પેમેન્ટ અને એગ્રીગેશન બિઝનેસ ચલાવવાની આખરી મંજૂરી મળી છે. પેટીએમ પેમેન્ટ બેંક અત્યાર સુધી આ પ્રવૃત્તિ રિઝર્વ બેંકની સૈધ્ધાંતિક મંજૂરી હેઠળ ચલાવતી હતી.

અધિકૃત ઓપરેશનલ યુનિટ તરીકે પીપીબીએલ ભારત બીલ પેમેન્ટસના સેન્ટ્રલ યુનિટ એટલે કે એનસીપીઆઈ ભારત બીલ પે લિમિટેડે સ્થાપેલા ધોરણો અનુસાર કામ કરશે. રિઝર્વ બેંકના માર્ગદર્શન હેઠળ પીપીબીએલ તમામ એજન્ટ ઈન્સ્ટીટ્યુશનને પોતાની વેબસાઈટ ઉપર મૂકશે અને વધુ બીલર્સને આ પ્લેટફોર્મ ઉપર મંજૂરી થયેલી કેટેગરીમાં માન્યતા માટે કામ કરશે. આ મંજૂરીના કારણે બેંક તમામ બીલર્સ માટે તથા તમામ પેમેન્ટ ચેનલો માટે ડિજીટલ અને ભૌતિક સિંગલ પોઈન્ટ સંપર્ક બની રહેશે.

પેટીએમ પેમેન્ટ બેંકના પ્રવક્તા જણાવે છે કે “અમારૂ વિઝન યુઝર્સને નાણાંકિય સમાવેશિતા તરફ દોરી જઈને બહેતર ડિજીટલ સર્વિસીસ ઓફર કરવાનું છે. આ મંજૂરીની સાથે અમે મર્ચન્ટ બીલ્સ દ્વારા ડિજીટલ પેમન્ટ સ્વિકારીશુ અને તેમના માટે સલામત, ઝડપી ને સુગમ વ્યવહારો શક્ય બનાવીશું તથા તેમના માટે ઓટોમેટેડ પેમેન્ટ અને રિમાઈન્ડરની સર્વિસ ઉપલબ્ધ બનાવીશું. ”

રિઝર્વ બેંકના અભિગમ મુજબ કામ કરતી પીપીબીએલ  ઈન્ટરઓપરેબલ અને  વીજળી બીલ, ફોન, ગેસ, ડીટીએચ વીમા , ફાસ્ટેગ રિચાર્જ, , શિક્ષણ ફી ક્રેડીટ કાર્ડનં બીલ બીલ તથા મ્યુનિસિપલ ટેક્, સહિતની પેમેન્ટ સર્વિસ પૂરી પાડે છે.

પીપીબીએલ 19 માસથી સૌથી મોટી યુપીઆઈ બેનિફિશિયરી બેંક છે અને ડિસેમ્બર 2022માં તેણે 1727થી મિલિયનથી વધુ  વ્યહવારો કર્યા છે.એનસીપીઆઈના તાજા અહેવાલ મુજબ પીપીબીએલએ ઈસ્યુઅર તરીકે નવેમ્બર 2022માં 49.7 રજીસ્ટર્ર્ડ વ્વહારો કર્યા હતા, તે ફાસ્ટેગમાટે માટે  નેશનલ ઈલેક્ટ્રિક ટોલ કલેકશન માટેની અગ્રણી બેંક છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button