એન્ટરટેઇન્મેન્ટ
મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે બાળકો માટે શેરડી ઉત્સવ યોજાયો
અડાજણ સ્થિત શ્રી સ્વામિનારાયણ એચ.વી વિદ્યાલય અને શ્રી સ્વામિનારાયણ એકેડેમી એટલે જ્ઞાન, શિક્ષણ અને સંસ્કારોનો ત્રિવેણી સંગમ આજરોજ શાળાના ધોરણ 1 થી 12 ના બાળકો માટે યોગ, રમતગમત તેમજ શારીરિક શ્રમના મહત્વને ઉજાગર કરતા “TURBOCREST” 2022-23 અંતર્ગત સ્પોર્ટસ ડે નું આયોજન થયું. જેમાં બાળકોની વયજૂથને ધ્યાને રાખી વિવિધ રમતો આવરી લીધેલી. બીજી તરફ મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે બાળકો માટે શેરડી ઉત્સવ યોજાયો.
જે અંતર્ગત બાળકોએ શેરડી, તલના લાડુ, ચીકી નો આસ્વાદ લઈ આનંદ માણ્યો બાળકો દ્વારા પતંગન ચગાવવાની શપથ લઇ જીવદયા નો સંદેશ તેમજ થયેલ બચતનો ઉપયોગ ઉત્તરાયણ પર્વમાં દાન તરીકે ગરીબ જરૂરિયાતમંદોને સહાય થવાની નેમ લીધેલ. સંચાલક શ્રી દિનેશભાઈ ગોંડલીયા એ વિદ્યાર્થીઓ તેમજ સમગ્ર શાળા પરિવારને શુભેચ્છા તેમજ શુભ આશિષ પાઠવેલ છે.