સુરત: ગૃહ રાજ્યમંત્રીના હસ્તે કાપડ વ્યાપારીઓ સાથે થતી છેતરપિંડી અટકાવવાના પ્રયાસરૂપે ફોગવા, ફોસ્ટા જેવી અગ્રણી સંસ્થાઓએ સાથે મળીને બનાવેલી ‘ટેક્ષટાઈલ સુરક્ષા સેતુ એપ’નુ પણ લોન્ચિંગ કર્યું હતું.
લેભાગુ તત્વો અવારનવાર કાપડ વેપારીઓ સાથે વ્યવસાયના નામે નાણાકીય છેતરપિંડી આચરે છે. જેની સામે આ એપ થકી અજાણ્યા વ્યાપારીઓ સાથે વ્યવસાય કરતા સમયે તેમનો PAN નંબર કે જે તે સંસ્થાના GST નંબર થકી તે વ્યાપારી કે સંસ્થાએ ભૂતકાળમાં જો કોઈ ગુનાહિત કાર્ય કર્યું હશે, કંપની વિરુદ્ધ કોઈ ગુનો દાખલ થયો હોય તો એની જાણ તુરંત થઈ જશે, સુરતના કાપડ વેપારીઓ આવા તત્વો સામે પૂર્વ સાવચેતીરૂપે યોગ્ય પગલાં લઈ શકે છે.