આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત લાજપોર મધ્યસ્થ જેલમાં 100 મીટર લાંબા તિરંગા યાત્રા નીકળી
આઝાદીના ઇતિહાસમાં પ્રથમ વખત દેશની કોઈ જેલમાં બંદીવાનોની તિરંગા યાત્રા યોજાઈ જેમાં 500થી વધુ ઝંડા સાથે અનેક બંદીવાન જોડાયા
સુરત: સુરત શહેરના લાજપોર ખાતે આવેલ મધ્યસ્થ જેલમાં આઝાદીકે અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં “હર ઘર તિરંગા: કાર્યક્રમ અંતર્ગત અત્રેની જેલના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનોજ નિનામા સહેના માર્ગદર્શન હેઠળ અતુલ બેકરીના સૌજન્યથી આજ રોજ બંદિવાનો દ્વારા બેન્ડ સાથે 100 મીટર લંબાઈના રાષ્ટ્રીય ધ્વજ સાથે અન્ય 500થી વધુ રાષ્ટ્રધ્વજ સહીત જેલની અંદરના ભાગે “તિરંગા યાત્રા” નું આયોજન કરવામાં આવ્યું હતું.
ભારત સરકાર, રાજ્ય સરકાર, તેમજ અધિક પોલીસ મહાનિર્દેશક, જેલ અને સુધારાત્મક વહીવટ ડો. કે. એલ.રાવ ના સૂચના અને લાજપોર મધ્યસ્થ જેલના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનોજ નિનામા સાહેબના માર્ગદર્શન હેઠળ બંદિવાનોમાં તિરંગા પ્રત્યે માં સન્માન વધે અને બંદિવાનોમાં રાષ્ટ્રીય ભાવના કેળવાય અને દેશ પ્રત્યે ત્યાગ તથા બલિદાનની ભાવના જાગૃત થાય
તે હેતુથી આ ભગીરથ પ્રયત્ન થકી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રામાં અતુલ બેકરીના ચેરમેન અતુલ વેકરીયા ઉપસ્થિત રહ્યા હતા.