એજ્યુકેશન
ટી.એમ.પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલનું 100% પરિણામ જાહેર
સુરત:- સીબીએસઈ બોર્ડના જાહેર થયેલા ધોરણ 10 ના પરિણામમાં ટી.એમ.પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલનું 100% પરિણામ જાહેર થયુ છે. શાળામાં નિષ્કા બિરજ મેહતાનો 93.00% સાથે શાળામાં પ્રથમ ક્રમ રહ્યો હતો. કવાની બંગાલી 92.80% સાથે દ્વિતીય ક્રમ અને વિરહા વિશાલ ગજિપરા 92.20% પ્રાપ્ત કરીને તૃતીય ક્રમ મેળવીને શાળાને ગૌરવ અપાવ્યુ હતું.
ઉત્તમ ગુણ સાથે ઉત્તીણ થયેલા આ તમામ વિદ્યાર્થીઓએ પોતાની સફળતાનો શ્રેય શિક્ષકોની મહેનત અને પ્રેરણાને આપ્યો હતો. શાળાના પ્રિન્સિપાલ કે.મેક્સવેલ મનોહરએ તથા શાળા પરિવારે તમામને અભિનંદન આપ્યા હતાં અને સન્માનિત કર્યા હતાં.
કવાની બંગાલી નિષ્કા બિરજ મેહતા વિરહા વિશાલ ગજિપરા
Grade X – 92.80% Grade X – 93.00% Grade X – 92.20%