શહેર કોંગ્રેસ અન્ય ભાષાભાષી સેલના પ્રમુખ તરીકે જગરનાથ યાદવની નિમણૂક
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અન્ય ભાષાભાષી સેલના પ્રમુખ કરણસિંહ તોમરે જગરનાથ યાદવને સુરત શહેર કોંગ્રેસ અન્ય ભાષાભાષી સેલના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. કોંગ્રેસ શહેરમાં વસવાટ કરતા લાખો પરપ્રાંતિયોને સંગઠન સાથે જોડીને વિધાનસભા ચૂંટણીની રણનીતિ તૈયાર કરવામાં લાગી છે. આ તબક્કે જગરનાથ યાદવને પરપ્રાંતીયઓનાં સંગઠનને મજબૂત કરવાની અને તેમના જ્વલંત મુદ્દાઓને બળપૂર્વક ઉઠાવવાની જવાબદારી સોંપવામાં આવી છે.
જગરનાથ યાદવ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના વતની છે અને છેલ્લા ૪ દાયકાથી સુરત શહેરને કર્મભૂમિ બનાવી છે. અને હંમેશા ઉત્તર ભારતીય સમાજ અને પરપ્રાંતીય એકતા માટે સક્રિય ભૂમિકા ભજવતા રહ્યા છે. તથા વિવિધ પ્રકારની સામાજિક સંગઠનો તથા કાર્યક્રમો સાથે સંકળાયેલા છે. આ નિમણૂકથી શહેર કોંગ્રેસ અને પરપ્રાંતીય સમાજમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ હસમુખ દેસાઈ, પૂર્વ પ્રમુખ નૈષાદ દેસાઈ, કાર્યકારી પ્રમુખ ફિરોઝ મલેક, અશોક પીંપલે, દીપ નાયક, ભૂપેન્દ્ર સોલંકી, યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શાન ખાન, કોંગ્રેસ અગ્રણી વિજયપ્રકાશ બબલુ રાજપૂત, અનૂપ રાજપૂત, કામરાન ઉસ્માણી, જવાહર ઉપાધ્યાય, અસલમ સાયકલવાલા, સંજય પટવા, બાબુ રાયકા, કદીર પીરઝાદા, તેમજ અન્ય આગેવાનો અને કાર્યકરોએ જગરનાથ યાદવને અભિનંદન પાઠવ્યા હતા.