રાજનીતિ

સુરત કોંગ્રેસ માઇનોરેટી ડિપાર્ટમેન્ટ ના ચેરમેનપદે લાલખાન પઠાણ ની નિમણુંક

સુરત શહેર કોંગ્રેસ ના ઉપપ્રમખ તરીકે પણ રહી ચુક્યા છે

સુરત, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસપક્ષ ના માઇનોરેટી ડિપાર્ટમેન્ટ ના ચેરમેન  ઇમરાન.પ્રતાપગઢી ના આદેશ થી
ગુજરાતપ્રદેશ પ્રભારી  અનુરોધ.જૈનના સહયોગથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના નેતા  કદિર. પીરઝાદાના આશીર્વાદ થી ગુજરાત પ્રદેશ માઇનોરેટી ડિપાર્ટમેન્ટ ના ચેરમેન  વજીરખાન પઠાણ એ સુરત શહેર કોંગ્રેસમાઇનોરેટી ડિપાર્ટમેન્ટ ના ચેરમેન તરીકે સુરત મહાનગરપાલિકા ના પૂર્વ વિરોધપક્ષ નેતા માજીકોર્પોરેટર  લાલખાન.જી.પઠાણ ની નિમણુંક કરી છે.

લાલખાન પઠાણ સુરત મહાનગરપાલિકા મા બેટર્મ કોર્પોરેટર ચૂંટાઈ આવી સુરત મહાનગર પાલીકા વિપક્ષ નેતા પદપર અને સ્ટેન્ડિંગકમીટી સભ્ય રહી ચુક્યા છે  લાલખાન પઠાણ સુરત શહેર કોંગ્રેસ ના ઉપપ્રમખ તરીકે પણ રહી ચુક્યા છે.

લાલખાન પઠાણ ની કોંગ્રેસ માઇનોરેટી ડિપાર્ટમેન્ટ ના ચેરમેનપદે નિમણુંક થતા કોંગ્રેસકાર્યકારોમાં ખુબ ઉત્સાહ વધ્યો છે અને આજરોજ કોંગ્રેસ કાર્યાલય નાનપુરા ખાતે લાલખાન પઠાણ પહોંચ્યા ત્યારે શહેર ના ખૂણે ખૂણેથી હજારો ની સંખ્યામાં કોંગ્રેસ ના કાર્યકરો કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચી ઢોલ નગારા ફૂલો અને ફટાકડા ના વરસાદ સાથે લાલખાન પઠાણ નુ સ્વાગત સાથે નિમણુંક ને આવકારી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button