શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ દાદાની સાલગીરીના પાંચ દિવસીય મહોત્સવમાં સુંદર માનવતાના કાર્યો થયા
અતિપ્રભાવ સંપન્ન, પુરુષાદાનીય શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ દાદાની 251મી સાલગીરીના પાંચ દિવસીય મહોત્સવમાં આજે ચોથા દિવસે સુંદર માનવતાના કાર્યો થયા. જેમાં 800 થી વધારે નિરાધાર પરિવાર તેમજ લગભગ 300 થી વધારે સુરતના તમામ જિનાલયોના પૂજારીને અનાજની કીટનું આયોજન કરવામાં આવેલું હતું
જે કીટમાં ઘઉં, ચોખા, બાજરી, તેલ, ગોળ, મીઠુ, મરચું, ચા, ખાંડ, તુવેરની દાળ તેમજ અન્ય મસાલાઓનો સમાવેશ થાય છે. જેની પાછળનો ઉદ્દેશ્ય આ તમામ પરિવારોને આખા મહિના સુધી જમવાની કોઈ તકલીફ ન પડે તેવો છે. શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ચેરીટેબલ ટ્રસ્ટ નામની આ સંસ્થા છેલ્લા વીસ વર્ષથી આ કાર્ય કરી રહી છે તેમજ સંસ્થા દ્વારા આવનારા મહિનામાં 125 નગર પ્રાથમિક શાળાને 51000થી વધારે બાળકોને જે સ્ટેશનરી કીટ વિતરણનું આયોજન થયેલ છે
તે માટેની નોટબુકનું વિમોચન આજે ગુરુદેવ ભક્તિયોગાચાર્ય શ્રી યશોવિજય સૂરીશ્વરજી મ.સા.ના હસ્તે થયેલ હતું. જેમના પાવન પગલા પણ સંસ્થામાં આજે થયા હતા તેમજ અન્ય્ શ્રી જૈન સંઘના શ્રેષ્ઠીઓ પણ આ અદભુત કાર્યમાં પધારી તેની શોભામાં અભિવૃદ્ધિ કરેલ હતી.