સુરત

સુરતના ઇતિહાસ મા આયોજન પૂર્વક આજ સુધી ના મોટા મા મોટા ઉઠમણા બાબતે ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી ને રજુઆત

સુરત, રાજ્ય કક્ષા ના ગૃહમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી સાથે Video Conference થી ફોગવા ના પ્રમુખ અશોકભાઈ જીરાવાલા ની આગેવાની મા Globale Market ના વેપારી દ્વારા રૂપિયા 60 કરોડ ના ઉઠમણાં નો ભોગ બનેલા 100જેટલા વિવર્સઓ અને 35 વિવિધ વિવિંગ સોસાયટી ના પ્રમુખઓએ રજુઆત કરી હતી.

ગૃહ મંત્રી એ ફોગવા ના વિવિધ આગેવાનો ની રજુઆત સાંભળી જણાવવા મા આવ્યું હતું આ કેસ મા
કોઈપણ ચમરબંધ ને છોડવા મા આવશે નહી.
ઉઠમણા કરનાર ની રજે રજ માહિતી એકત્ર કરી એના જડ સુધી જવા મા આવશે.પરદા પાછળ ના ખેલાડી સુધી પહોંચવા મા આવશે. જેથી ભવિષ્ય મા આવી ઘટના નું પુનરાવર્તન ના થાય.

મંત્રી  નો અભિગમ ખુબજ હકારાત્મક હતો. એમણે વેપાર ઉદ્યોગ અને કાયદા વચ્ચે એકરૂપતા જળવાઈ એવી વાત કરી હતી.આ રજુઆત ના તુરંત પ્રતિભાવ રૂપે એમણે સુરત શહેર પોલીસ કમિશનર  અજયકુમાર તોમર ને મળી આ કેસ માહિતી આપવા ફોગવા આગેવાનો ને કહ્યું હતું.
ફોગવા આગેવાનો પોલીસ કમિશનરશ્રી ને મળી આ કેસ અંગે માહિતગાર કર્યા હતા.

આ મિટિંગ મા ઉદ્યોગ તરફથી  બાબુભાઇ સોજીત્રા, ચેતનભાઈ રામાણી, સુરેશભાઈ શેખલિયા , સવજીભાઈ ધામેલીયા, જયંતીભાઈ જોલવા તથા સંજય દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button