એજ્યુકેશન

એલ.પી. સવાણી અકેડેમીના વાર્ષિક સમારોહ જશ્ન-એ-સર્જનના ત્રીજા દિવસે કાર્યક્રમ અદ્દભુત સફળતા સાથે પૂર્ણ થયો

સુરતઃ એલ.પી. સવાણી અકેડેમીના વાર્ષિક સમારોહ જશ્ન-એ-સર્જનના ત્રીજા દિવસે કાર્યક્રમ અદ્દભુત સફળતા સાથે પૂર્ણ થયો, જેમાં હોલસભર પ્રેક્ષકોની હાજરી જોવા મળી. મુખ્ય મહેમાન દર્શના જરદોશ તથા ગેસ્ટ ઓફ ઓનર આર.જે. હર્ષ, મનીષ ઠાકોર, કૃપા ચંદ્રા, નિહાર સરસવાલા, કવિતા ચૌહાણ, યઝિકા શર્મા, વિસ્પી ખરાદી અને મિલિનજીની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ ભવ્યતા આપી.

એલ.પી. સવાણી અકેડેમીના આધારસ્તંભ માવજીભાઈ સવાણી (ચેરમેન), ડૉ. ધર્મેન્દ્ર સવાણી (વાઇસ ચેરમેન) અને પૂર્વી સવાણી (વાઇસ ચેરપર્સન)એ કાર્યક્રમને પોતાની પ્રેરણાદાયી હાજરીથી શોભાવ્યા.

આ વર્ષે કાર્યક્રમનો વિષય SDG Goals – The 5 P પર આધારિત હતો, જેમાં વિદ્યાર્થીઓએ વિચારીને, સર્જનાત્મકતા સાથે અને શક્તિશાળી રજૂઆતો દ્વારા ઉત્તમ પ્રદર્શન આપ્યું. સાંજનો મુખ્ય આકર્ષણ ભવ્ય શિવ તાંડવ અને વિદ્યાર્થીઓ દ્વારા મેદાનમાં દીવાનાં પ્રકાશથી બનાવવામાં આવેલ આકર્ષક સ્વસ્તિક રચના હતી, જેણે સૌનું દિલ જીતી લીધું. ગ્રાન્ડ ફિનાલેમાં ઉર્જાસભર અને અસરકારક પ્રદર્શન સાથે કાર્યક્રમને યાદગાર અંત મળ્યો.

ડૉ. મૌતોષી શર્માએ વિદ્યાર્થીઓ અને શિક્ષકમંડળની મહેનત તથા સમર્પણ બદલ હ્રદયપૂર્વકની કૃતજ્ઞતા વ્યક્ત કરી.
અમે તમામ વાલીઓને તેમના સતત સહકાર માટે હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ, તેમજ અમારા વિદ્યાર્થીઓનો તેમના ઉત્સાહ, અનુશાસન અને ઉત્તમ પ્રદર્શન માટે વિશેષ આભાર. તેમના સંયુક્ત પ્રયત્નોથી જશ્ન-એ-સર્જન – દિવસ 3 એક યાદગાર અને અવિસ્મરણીય ઉજવણી બની.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button