એજ્યુકેશન
“ગણેશજીના આગમનથી નિકેતન ગુંજ્યું ભક્તિભાવથી”

સુરત : કમલપાર્ક સ્થિત અર્ચના વિદ્યા નિકેતનમાં આજે આનંદ, ઉલ્લાસ અને શ્રદ્ધાભર્યા માહોલ વચ્ચે ગણેશ ઉત્સવ ની શરૂઆત કરવામાં આવી.
વિદ્યાર્થીઓએ મંગલગાન, વંદના અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા વિઘ્નહર્તા ગણેશજીનું આગમન ભવ્ય રીતે ઉજવ્યું.
શાળાના પ્રાંગણમાં ગુંજતા “ગણપતિ બાપ્પા મોરિયા” ના જયઘોષે સમગ્ર વાતાવરણ ભક્તિ અને આનંદથી છલકાઈ ઊઠ્યું. આ પાવન પ્રસંગે વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં હાજર રહી સંસ્કૃતિ પ્રત્યેની શ્રદ્ધા અને એકતાનું અનોખું દૃશ્ય રજૂ કર્યું.