ગુજરાતી ફિલ્મ “જલસો – એ ફેમિલી ઈન્વિટેશન”ની ટીમે સુરતમાં રુંગટા સિનેમાસ ખાતે દર્શકો સાથે ભાવનાત્મક સંવાદ કર્યો

સુરત, 14 જૂન, 2025: રુંગટા સિનેમાસ, સુરત ખાતે ગુજરાતી પરિવાર આધારિત ડ્રામા ફિલ્મ “જલસો – એ ફેમિલી ઈન્વિટેશન”નો ભવ્ય પ્રીમિયર યોજાયો હતો, જેમાં ફિલ્મની સમગ્ર સ્ટારકાસ્ટ ઉપસ્થિત રહી અને લોકલ ઓડિયન્સ સાથે ભાવનાત્મક સંવાદ કર્યો.
આ સાંજની શરૂઆત મીડિયા ઈન્ટરએક્શનથી થઈ હતી, ત્યારબાદ બે સ્ક્રીન પર ખાસ પ્રદર્શન યોજાયું જેમાં શ્રી નેમીચંદજી જાંગીડ, સુરતના પ્રમુખ સ્પોન્સરો, મીડિયા અને સ્ટાર્ડસ્ટ કાસ્ટના પરિવારજનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે રુંગટા સિનેમાસના CEO શ્રી સંજય બરજાત્યા અને વાઇસ પ્રેસિડન્ટ – સેલ્સ & માર્કેટિંગ શ્રીમતી ઇશિતા ભટનાગર દ્વારા મેમાનોનું હાર્દિક સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું, જે સમગ્ર કાર્યક્રમને ખૂબ જ ઉષ્માભર્યો અને યાદગાર બનાવે છે.
પ્રસિદ્ધ ફિલ્મ સમીક્ષક કોમલ નાહટાએ પણ આ Screeningમાં હાજરી આપી અને ફિલ્મની ભાવનાત્મક ઊંડાણ અને સાંસ્કૃતિક દૃષ્ટિએ વખાણ કર્યા. તેમણે ખાસ કરીને સંજય બરજાત્યા અને ઇશિતા ભટનાગરને આદરભર્યું સ્વાગત આપવા બદલ આભાર માન્યો.
સાહેબ રાજ નાહટા દ્વારા નિર્મિત અને રાજીવ એસ. રૂઈયા દિગ્દર્શિત “જલસો” પ્રેમ, પરિવાર અને વિશ્વાસ પર આધારિત ફિલ્મ છે, જે આજેના યુગમાં સંબંધોની મૂલ્યમયતા દર્શાવે છે