એજ્યુકેશનબિઝનેસ

એલએન્ડટી નેશનલ સ્ટેમ ચેલેન્જમાં 6,000 વિદ્યાર્થીઓએ ભાગ  લીધો

હઝીરા અને સુરતની સ્કૂલ બીજા અને ત્રીજા સ્થાને

સુરત-હઝિરા- એલએન્ડટી અને વિક્રમ સારાભાઈ કમ્યૂનિટી સાયન્સ સેન્ટર (વીએએસસીએસસી)ના સહયોગ થી આ નેશનલ સ્ટેમ ચેલેન્જમાં પહેલ હાથ ધરી હતી.આ ઇવેન્ટ સ્કૂલના બાળકોમાં વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ (સ્ટેમ)ને પ્રોત્સાહન આપવા માટે ભારત ભરના છ શહેરોમાં એલએન્ડટી દ્વારા યોજાયેલી પ્રાદેશિક સ્તરની સ્ટેમ ફેસ્ટનું સમાપન હતું.

એલએન્ડટી સીએસઆર કાર્યક્રમ ના ભાગરૂપે યોજાયેલી પહેલી એલએન્ડટી નેશનલ સ્ટેમ ચેલેન્જમાં ચેન્નઈની ગેરુગમબક્કમની સરકારી હાઇસ્કૂલ નેશનલ ચેમ્પિયન તરીકે ઊભરી આવી હતી  ગુજરાતના હઝીરાની શ્રીકંચનલાલ મામાવાળા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને રહી હતી. કોઇમ્બતોરના કલિન્નાન પુધુરની સરકારી હાઇસ્કૂલે જ્યુરીસ્પેશિયલ પ્રાઇઝ જીત્યું હતું. 

એલએન્ડટીના ચેરમેન અને એમડી  એસ એન સુબ્રમણ્ય ને ઇનામ વિતરણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતુંકે પહેલી એલએન્ડટીનેશનલ સ્ટેમ ચેલેન્જમાં ભાગ લેનારા યુવાનોદર્શાવેલી અભૂતપૂર્વ પ્રતિભા અને રચનાત્મકતા નિહાળવી ખરેખર ગૌરવ ની વાત છે. 

ધોરણ 6 થી 8 ના લગભગ ભારતમાંથી 6,000 વિદ્યાર્થી ઓ એ ઇન્ટ્રા અને ઇન્ટરસ્કૂલ સ્તરની સ્પર્ધાઓ માં ભાગ લીધો હતો. તેમાં ઓક્ટોબર 2023 થી લેવાતી પ્રાદેશિકસ્તર ની સ્ટેમ ફેસ્ટમાં ભાગ લેવા માટે 208 ટીમો (416 બાળકો)ને પસંદ કરવામાં આવ્યા હતા. આ પૈકીચે ન્નઈ, કોઇમ્બતોર, હઝીરા, વડોદરા, તાલેગાંવ અને મુંબઈની 24 ટીમો (50 બાળકો) એલએન્ડટી નેશનલ સ્ટેમ ચેલેન્જમાં પ્રવેશી હતી.

ચાર વિજેતા સ્કૂલો એ નેશનલ ચેમ્પિયન માટે રૂ. 50,000 નું રોકડ ઇનામ જીત્યું હતું, બીજા સ્થાન માટે રૂ. 30,000 અને ત્રીજા સ્થાન તથા જ્યુરી સ્પેશિયલ વિજેતા દરેક ને રૂ. 20,000ને તેમની સાયન્સ લેબને અપગ્રેડ કરવા માટે મળ્યા હતા. આ ઉપરાંત તમામ ચારેય વિજેતા ટીમો ને સ્ટેમમાં વધુ અભ્યાસ કરવા માટે ટેલિસ્કોપ, ડ્રોન અને ડીઆઈવાયરો બોટિક્સ કિટ્સ સહિતના ઇનામો તથા લીડરશિપ ટીમ સાથે વાતચીત કરવાતથાએલએન્ડટીના ટેક પ્રોજેક્ટ્સ ની મુલાકાત લેવાની તક મળી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button