ધી રેડિયન્ટ ઈન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થીની 39 સબ જુનિયર અને 49 જુનિયર નેશનલ અક્વેટિક ચેમ્પિયનશિપ 2023 માં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે
સુરતઃ સ્વિમિંગ એ માત્ર અંતિમ રેખા સુધી પહોંચવા વિશે નથી; તે આપણી પોતાની સંભવિતતાના ઊંડાણો પર વિજય મેળવવા વિશે છે.” વિદ્યાર્થીઓ તાશા મોદી (9-B CBSE), દેવર્ષ નાવિક (9-B CBSE), અને શ્રેયા સારંગ (9-E CBSE) ધી રેડિયન્ટ ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે.
તેઓએ સુરત ડીસ્ટ્રીકટ અક્વેટિક એસોસિએશન ચૅમ્પીએન્શીપ તેમજ ગુજરાત સ્ટેટ અક્વેટિક એસોસિએશનમાં 50 m, 100 m, 200 m, 400 m તેમજ 1500m મીટર સ્વિમિંગ સ્પર્ધા જેમ કે ફ્રી સ્ટાઇલ, બટરફ્લાય અને બ્રેર્થ સ્ટ્રોક જેવી અલગ અલગ સ્પર્ધામાં ભાગ લઇ તેમાં 23 સુવર્ણ પદક, 17 ચંદ્ર પદક, 20 રજત પદક આમ કુલ 50 પાદકો મેળવ્યા છે.
તદ્ ઉપરાંત આપણી શાળાની વિદ્યાર્થીની તાશા મોદી હવે ઓડિશા (ભુવનેશ્વર) ખાતે 39 સબ જુનિયર અને 49 જુનિયર નેશનલ અક્વેટિક ચેમ્પિયનશિપ 2023 માં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહી છે.
તેણીને શાળા પરિવાર અને મેનેજીંગ ડાયરેક્ટર કિશનકુમાર માંગુકિયા, કેમ્પસ ડિરેક્ટર આશિષ વાઘાણી અને પ્રિન્સિપાલ તૃષાર પરમાર સર દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી.