ધ રેડીયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં કન્ઝ્યુમર અવરનેસ પ્રોગ્રામનું 3 દિવસનું આયોજન
વિદ્યાર્થી દ્વારા ગ્રાહક જાગૃતિ અંગે વિવિધ 25 થી વધુ મોડેલ તૈયાર કર્યા
સુરત : દિન-પ્રતિદિન બજારનો રાજા પોતાની ઈચ્છા શક્તિ મુજબ વસ્તુની ખરીદી અને વપરાશ કરે છે. પરંતુ આ વપરાશ યુક્ત વસ્તુ કેટલી ભેળસેળ યુક્ત છે તે તેમને ખબર હોતી નથી. તેમજ તેમના સ્વાસ્થય માટે કેટલા પ્રમાણમાં હાનિકર્તા છે તેની પર તેમને જાણ હોતી નથી. આ ઉપરાંત સાચી વસ્તુ અને ખોટી વસ્તુને પરખ પણ હોતી નથી, સાથે સાથે તેમાં ઉપયોગ થતાં રસાયણ તેની પેકિંગ તારીખથી વપરાશ તારીખ વગેરેની માહિતીનો અભાવ હોય છે.
આવી જાગૃતિ માટે ધ રેડીયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના ગુજરાતી માધ્યમના પ્રાથમિક વિભાગ દ્વારા કન્ઝ્યુમર અવરનેસ પ્રોગ્રામનું 3 દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધોરણ 3 થી લઈ ધોરણ 8 સુધીના વિદ્યાર્થી દ્વારા ગ્રાહક જાગૃતિ અંગે વિવિધ 25 થી વધુ મોડેલ તૈયાર કર્યા અને વાલી અને મહેમાનો સમક્ષ પ્રત્યક્ષ નિરૂપણ કર્યા હતા.
જેમાં શોભાબેન છાપીયા દક્ષિણ ગુજરાત ગ્રાહક સુરક્ષા શિક્ષણ અને સંશોધન કેન્દ્ર સુરત ખાતેથી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે શ્રી મયુરભાઈ ચૌહાણ પંચશીલ મર્કાંટાઇલ બેંકના સેક્રેકટરી હાજર રહી વિદ્યાર્થી મિત્રો દ્વારા તૈયાર થયેલી 25 થી પણ વધુ ભેળસેળયુક્ત વસ્તુની માહિતી અને મોડલ પ્રત્યક્ષ નિહાળ્યા હતા તેમજ ગ્રાહક જાગૃતિ અંગેના નિયમો અને બાળકોને અભિવાદન આપ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમમાં 3500 થી વધુ વાલી દ્વારા રૂબરૂ મુલાકાત લઈ ગ્રાહકોના હકો ની માહિતી મેળવી હતી. અને સમાજમાં ખુબજ ઉપયોગી એવી જાગૃતિ માટેના કાર્યક્રમ માટે શાળા ના ટ્રસ્ટીમંડળ,આચાર્ય અને શિક્ષકગણના આ કાર્યને પ્રશ્નશાપાત્ર ગણાવી હતી.