આદિનાથ હેલ્થ કેર દ્વારા ૨૪મા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
સુરત શહેરના વેસુ વિસ્તારમાં આવેલા મહાવિદેહ ધામ ખાતે શ્રી આદિનાથ યુવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આદિનાથ હેલ્થ કેર દ્વારા ૨૪મા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી આદિનાથ યુવા ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા 25 વર્ષ થી જન આરોગ્ય અને સમાજ સેવાનાં કાર્યોમાં સક્રિય રહીને કાર્ય કરી રહી છે. શ્રી આદિનાથ યુવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત આ રક્તદાન શિબિરનું દીપ પ્રાગટ્ય રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું હતું.
મંત્રી શ્રી એ જણાવ્યું હતું કે રક્તદાન એટલે મહાદન અને આ રક્તદાન ના ભગીરથ કાર્ય માં સોવ કોઈએ જોડાવું જોઈએ આ માનવતાનું ભગીરથ કાર્ય છે કરુણા અને પવિત્ર ભાવનાથી સમાજમાં થઈ રહેલા આવા સેવાકીય કામો માનવીય અભિગમને દ્રઢ બનાવે છે. ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ વિશે જાણકારી મેળવી હતી અને આ સેવા નાં કાર્યોને આગળ વધારવા માં તેમને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અને રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા અને આયોજકોને અભિનંદન પાઠવ્યા આ કાર્ય માં “સુરત રક્તદાન કેન્દ્ર” અને “મહાવીર રક્તદાન કેન્દ્ર” ની ટીમ દ્વારા રક્તદાન ની પ્રક્રિયા નું સંચાલન કરવામાં આવ્યું હતું . જેમાં 151 બોટલ રક્ત ભેગું કરવામાં આવ્યું હતું ટ્રસ્ટ દ્વારા આજના દિવસે વિના મૂલ્યે મેડિકલ ચેકઅપ કેમ્પ નું પણ આયોજન કરવામાં આવ્યુ હતું.
જેમાં શહેરના તમામ વર્ગના લોકો દ્વારા લાભ લેવામાં આવ્યો હતો. ટ્રસ્ટ દ્વારા ચાલતી અત્યાધુનિક પેથોલોજી લેબ માં વિવિધ બ્લડ રિપોર્ટમાં અત્યંત રાહત દરે ટેસ્ટની સેવા પૂરી પાડવામાં આવી રહી છે.