ગુજરાત
૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ-૨૦૨૪ : રાજ્યકક્ષાની ઉજવણી નડિયાદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ધ્વજવંદન સમારોહ યોજાશે
ગાંધીનગર : ભારતના સ્વાતંત્ર્ય પર્વ-૧૫મી ઓગસ્ટ-૨૦૨૪ની રાજ્યકક્ષાની ઉજવણી ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ ખાતે કરવામાં આવનાર છે. ૧૫મી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને નડિયાદ ખાતે ધ્વજવંદન સમારોહ યોજાશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી બનાસકાંઠા ખાતે તથા રાજ્ય મંત્રીમંડળના સભ્યો- કલેકટરઓ વિવિધ જિલ્લા મથકોએ ધ્વજવંદન કરાવશે.