સુરતઃ સચિન જીઆઇડીસી ત્રણ પન્નાના રેપિયર જેકાર્ડ નું હબ ગણાય છે જેમાં લક્ષ્મી અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક માં હજારોની સંખ્યામાં પ્લોટ ધારકો છે અને તેમાં રિપિયર જેકાર્ડ ઉપર વિવિધ યાન માંથી બનાવવામાં આવતી અલગ અલગ ક્રિએટિવિટી ની લાખો સાડીઓનું મોટું ઉત્પાદન થઈ રહેલ છે.
છેલ્લા પાંચ વર્ષમાં સચિન જીઆઇડીસી,હોજીવાલા, પલસાણા અને આજુબાજુ ના વિસ્તારમાં અંદાજિત 5000 રેપિયર જેકાર્ડ મશીન વિવારો દ્વારા ખરીદી કરી નાખવામાં આવ્યા છે. ખાસ કરીને રેપીયર જેકાર્ડ ત્રણ પન્નાના મશીન પણ મોટા પ્રમાણમાં આયાત કરવામાં આવતા હોય છે અને તેમાં વિવરો સરકારની એ-ટફ તથા બેઝિક કસ્ટમ ડ્યુટી જે ઝીરો ટકા હતી તેનો લાભ લેતા આવેલા હતા.
પરંતુ ફેબ્રુઆરી 2023 ના કેન્દ્ર સરકારના બજેટમાં બેઝિક કસ્ટમ ડ્યુટી જે ઝીરો ટકા હતી તેને હટાવી 8.25% ડ્યુટી સરચાર્જ સાથે લાગે તેવી જોગવાઈ ની જાહેરાત થઈ હતી ત્યારબાદ સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ફીયાસ્વી, ફોગવા તથા અન્ય એસોસિએશન દ્વારા સરકારમાં આ બેઝિક કસ્ટમ ડ્યુટી ફરી 0% કરવા અંગેની રજૂઆત મૂકી હતી.
જેના અનુસંધાનમાં સરકારશ્રીએ 29 માર્ચ 2023 ના રોજ બેઝિક કસ્ટમ ડ્યુટી રેપિયર જેકેડ મશીન ઉપર 0% થઈ ગઈ છે તેવી જાહેરાત કરી હતી અને તેમાં એક નિયમ એવો મૂક્યો હતો કે આ મશીન 650 આરપીએમ ઉપર ચાલતા હોવા જોઈએ તો જ બેઝિક કસ્ટમ ડ્યુટી નો લાભ મળશે. તે જોગવાઈ માં વિસંગતતા દેખાઈ આવતા ફરીવાર સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ વિસંગતતા દૂર કરવા રજૂઆત થઈ હતી અને તેનું સરકાર તરફથી આજદિન સુધી નિરાકરણ આપવામાં આવ્યું નથી હવે પરિસ્થિતિ એવી બની છે કે 1 એપ્રિલ થી 5 એપ્રિલ સુધીમાં ત્રણ પન્ના ના રીપીયર જેકાર્ડ ના મશીન જે વિવરો દ્વારા વિદેશથી આયાત કરવામાં આવેલા છે.તે મુંબઈના પોર્ટ ઉપર આવી ગયા છે.
જેમાં જાણવા મળતી માહિતી મુજબ આશરે 50 કન્ટેનર એવા છે જેમાં રેપીયર જેકાડ મશીન આવ્યા છે અને તેમાં અંદાજિત 100 થી 150 રેપીયર જેકાર્ડ મશીન છે અને તે બેઝિક કસ્ટમ ડ્યુટી અંગેની સરકાર તરફથી જાહેરાત કરવામાં આવી નથી તે માટે ત્યાં જ અટકી ફસાયા છે અને વિવરો તેને છોડાવી શકતા નથી.
હવે પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે ત્યાં પાંચ દિવસ સુધી પોર્ટ ઉપર તે કન્ટેનર પડી રહે તો તેની ઉપર ડેમરેજ લાગતું નથી પરંતુ ત્યારબાદ પોર્ટના નિયમ મુજબ છ થી દસ દિવસ ત્યાં કન્ટેનર પડી રહે અને છોડાવે નહીં તો 100 US ડોલર ડેમરેજ લાગે અને 10 થી 15 દિવસ હોય તો 160 US ડોલર ડેમરેજ લાગે હવે વિવોરો ને ત્યાં નાહકનું ડેમરેજ ચૂકવવાનો વાળો આવે તેમ છે તથા બેંક લોન ના હપ્તાનું પણ ભારણ વધે તેમ છે. જે માટે સરકાર ત્વરિત બેઝિક કસ્ટમ ડ્યુટી ની કરેલ જાહેરાત માં સુધારો કરી નવું ક્લેરિફિકેશન આપે તો જે વીવરોના પોર્ટ ઉપર મશીન ફસાયેલા છે તો તેઓને રાહત મળે તેમ છે.
વધુમાં ગતરોજ સચિન જીઆઇડીસી માં આવેલ લક્ષ્મી અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ના વિવરો જેના ત્રણ પન્નાના રિપિયર જેકાર્ડ મશીન મુંબઈ પોર્ટ ઉપર આવીને બેઝિક કસ્ટમ ડ્યુટી ના કારણે અટકીને પડેલા છે તેઓ આ સમસ્યા બાબતે સચિન જીઆઇડીસીના માજી સેક્રેટરી મયુર ગોળવાલા અને માજી પ્રમુખ નિલેશ ગામીને આ અંગે જાણ કરી હતી. સરકારશ્રીમાં રેપિયર જેકાર્ડ મશીન એરજેટ વોટર જેટ ની બેઝિક કસ્ટમ ડ્યુટી અંગે નવું ક્લેરિફિકેશન ની રજૂઆત ચેમ્બર ઓફ કોમર્સ, Fiયાસ્વી તથા ફોગવા દ્વારા થઈ ચૂકી છે અને સરકાર દ્વારા ટૂંક સમયમાં તેની જાહેરાત થઈ શકે તેમ છે.
ફોગવા ના પ્રમુખ અશોક જીરાવાલા નું કહેવું છે કે ત્રણ પન્નાના રીપીયર જેકાર્ડ, એર જેટ વોટર, જેટ માટે ની બેઝિક કસ્ટમ ડ્યુટી ની વિસંગતતા સરકાર શ્રી તરફથી જલ્દી દૂર કરવા માં આવે અને નવું ક્લેરિફિકેશન આપે તો મુંબઈ પોર્ટ ઉપર જે વિવરો ના ત્રણ પન્નાના રેપિયર જેકાર્ડ અટકીને પડેલા છે તો તેવાને રાહત મળે તેમ છે.