ધર્મ દર્શન
જૈન સોશિયલ ગ્રુપ નક્ષત્ર સંગીનીફોરમ ઘ્વારા 1 મિનિટ ગેમ શો નો કાર્યક્રમ
જૈન સોશિયલ ગ્રુપ નક્ષત્ર સંગીનીફોરમ ઘ્વારા 1 મિનિટ ગેમ શો નો કાર્યક્રમ માં રાખવામા આવેલ. જેમાં લગભગ 120 જેટલી સંગીનીઓએ ગેમ શો ની મજા માણી હતી. જેમાં જૈન સોશિયલ ગ્રુપ નક્ષત્ર મેઈન ના પ્રમુખ પીનલભાઈ શાહ હાજર રહ્યા .
ગ્રુપ પ્રમુખ શ્રીમતી હેમાબેન શાહે દરેક સભ્યોનું સ્વાગત કર્યું હતું.સેક્રેટરી પ્રહર્ષિ કણિયાએ સમગ્ર ગેમ શૉનું સંચાલન કર્યું હતું જેમાં વાઇસ પ્રેસિડેન્ટ સેજલબેને અને દરેક કમિટી સભ્યોએ સાથ આપ્યો હતો.દરેક સંગીનીઓ એ 1 મિનિટ ગેમ શો માં ભાગ લઈ ભરપૂર મનોરંજન માન્યું હતું.વિજેતા થનાર દરેકને ગિફ્ટ આપી બિરદાવ્યા હતા.