એન્ટરટેઇન્મેન્ટ

આગામી ગુજરાતી ફિલ્મ ‘ભગવાન બચાવે” 2જી ડિસેમ્બર 2022ના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થશે

“ભગવાન બચાવે” એ એવા ત્રણ મધ્યમ વર્ગના મહત્વાકાંક્ષી લોકોની વાત છે જેઓ પોતાના જીવનમાં આવતા
અણધાર્યા વળાંક પછી તેમના સામાન્ય જીવનને પુનર્જીવિત કરવાના મિશન પર એકસાથે કામ કરે છે.

આ ફિલ્મ ડ્રામા, સસ્પેન્સ, લાગણીઓથી ભરેલી રમુજી રોલર કોસ્ટર રાઈડ છે અને સૌથી અગત્યની વાત, આ ફિલ્મમાં એવા મધ્યમ વર્ગીય લોકો માટે સંદેશ છે જે હંમેશા લોન, ક્રેડિટ કાર્ડ અને હપ્તા સિસ્ટમમાં અટવાયેલા હોય છે.

આ ફિલ્મમાં જિનલ બેલાણી, ભૌમિક સંપત અને મુની ઝા મુખ્ય ભૂમિકામાં છે. જિનલ અને ભૌમિકએ સાથે મળીને આ ફિલ્મનું દિગ્દર્શન કર્યુ છે અને સાથે વાલ્મિકી પિક્ચર્સના બેનર હેઠળ આ ફિલ્મનું નિર્માણ પણ કર્યુ છે.

મુંબઈ મૂવી સ્ટુડિયો દ્વારા પ્રસ્તુત, આ ફિલ્મનું વિતરણ UFO સિને મીડિયા નેટવર્ક દ્વારા કરવામાં આવશે. “ભગવાન બચાવે” તમારી નજીકના સિનેમાઘરોમાં 2જી ડિસેમ્બર, 2022ના રોજ રિલીઝ થઈ રહી છે.

વાલ્મીકિ પિક્ચર્સ વિશે:

વાલ્મિકી પિક્ચર્સ જિનલ બેલાની અને ભૌમિક સંપત દ્વારા સ્થાપિત ફિલ્મ નિર્માણ કંપની છે. બે વર્ષના ખૂબ જ ટૂંકા ગાળામાં તેઓએ અત્યાર સુધીમાં ત્રણ પ્રોજેક્ટ તૈયાર કર્યા છે. તીખી મીઠી લાઈફ, પૂરી પાણી અને હવે “ભગવાન બચાવે” જિનલ બેલાની પહેલેથી જ ગુજરાતી સિનેમાની જાણીતી અભિનેત્રી છે અને ભૌમિક સંપત તેની હિન્દી ફિલ્મો “સાડા અડ્ડા” અને “સમ્રાટ એન્ડ કં. પછી આ ફિલ્મ સાથે ગુજરાતી સિનેમામાં પદાર્પણ કરશે.

મુંબઈ મૂવી સ્ટુડિયો વિશે:

નિતિન કેની ની આગેવાની હેઠળના મુંબઈ મૂવી સ્ટુડિયોએ વાલ્મિકી પિક્ચર્સ સાથે ફિલ્મ “ભગવાન બચાવે” થી
ગુજરાતી ફિલ્મોમાં પ્રવેશ કર્યો. 25થી વધારે વર્ષ સુધી ફિલ્મ ઉદ્યોગમાં સક્રિય રહી ઝી ટીવી ગ્રૂપની શરૂઆત અને નેતૃત્વ કરનાર તથા આપણને ગદર, સૈરાટ, રુસ્તમ, લંચબોક્સ અને અન્ય ઘણી ફિલ્મો આપનાર દિગ્ગજ વ્યક્તિ દ્વારા હવે આ ગુજરાતી ફિલ્મ રજૂ કરવામાં આવી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button