સેમસંગ ટીવી પ્લસ ઈન્ડિયા દ્વારા વોર્નર બ્રધર્સ ટેલિવિઝનમાંથી પાંચ એક્સક્લુઝિવ ફાસ્ટ ચેનલ્સ રજૂ કરે છે

ગુરુગ્રામ, ભારત : સેમસંગની ફ્રી એડ-સપોર્ટેડ સ્ટ્રીમિંગ ટીવી (ફાસ્ટ) સર્વિસ સેમસંગ ટીવી પ્લસ દ્વારા ખાસ સેમસંગ ટીવી પ્લસ ઈન્ડિયા પર પાંચ નવી ફાસ્ટ ચેનલો લોન્ચ કરવા માટે વોર્નર બ્રધર્સ સાથે જોડાણ કરવામાં આવ્યું ચે. આ ડબ્લ્યુબીટીવી ચેનલો સ્ટ્રીમિંગ દર્શકોને પ્રીમિયમ વાર્તાકથન પ્રદાન કરીને ઉચ્ચ ગુણવત્તાયુક્ત, ફ્રી એન્ટરટેઈનમેન્ટ માટે માગણીને પહોંચી મળશે. હિંદી પ્રોગ્રામિંગ પર મજબૂત એકાગ્રતા સાથે આ નવી ફાસ્ટ ચેનલો પ્રાદેશિક અને શહેરી દર્શકોને સહભાગી કરવા માટે તૈયાર કરવામાં આવી છે.
સેમસંગ ટીવી પ્લસ ફ્રી સ્ટ્રીમિંગ સર્વિસ છે, જે સેમસંગ સ્માર્ટ ટીવી પર પ્રી-ઈન્સ્ટોલ્ડ આવે છે, જે ન્યૂઝ, સ્પોર્ટસ, એન્ટરટેઈનમેન્ટ અને ઘણું બધું સહિત ચેનલોની વ્યાપક શ્રેણી ઓફર કરે છે.
સેમસંગ ટીવી પ્લસ ઈન્ડિયાના પાર્ટનરશિપ્સ અને બિઝનેસ ડેવલપમેન્ટના હેડ કુનાલ મહેતાએ જણાવ્યું હતું કે, ‘‘અમને વોર્નર બ્રધર્સને સેમસંગ ટીવી પ્લસ પર લાવવામાં ભારે રોમાંચની લાગણી થાય છે. ફાસ્ટમાં આગેવાન તરીકે અમે અમારા દર્શકો માટે ઉચ્ચ કક્ષાની કન્ટેન્ટ લાવવા માટે કટિબદ્ધ છીએ. આ ભાગીદારી મનોરંજનની પસંદગીઓને વિસ્તારવા સાથે અમારા દર્શકોને વધુ મૂલ્ય અને પહોંચ તેમ જ જાહેરાતદાતાઓને તકો પૂરી પાડશે.’’
પ્રીમિયમ પ્રોગ્રામિંગની વૈવિધ્ય શ્રેણી ઓફર કરતાં ચેનલ સેમસંગ સ્માર્ટ ટીવી અને મોબાઈલ ડિવાઈસીસ પર દર્શકોને મોહિત કરવા માટે નીચે ઉલ્લેખિત કાર્યક્રમો પૂરા પાડશેઃ
– હાઉસ ઓફ ક્રાઈમઃ ક્રાઈમના શોખીનો માટે આ રોચક ડેસ્ટિનેશન રહેશે, જે હિંદીમાં સઘન ડ્રામા અને રોચક ઈન્વેસ્ટિગેટિવ સિરીઝનું સંમિશ્રણ પ્રદાન કરશે.
– ફૂડી હબઃ રસોઈકળાના સાહસિકો માટે સ્વર્ગ આમાં લોકપ્રિય ફૂડ શો, રેસિપીઓ અને ગેસ્ટ્રોનોમી પ્રવાસ હિંદીમાં પ્રસ્તેત કરાશે.
– વાઈલ્ડ ફ્લિક્સઃ આ જનાવરોના રાજની અજાયબીઓ માટે હૃદયસ્પર્શી પ્રવેશદ્વાર ઝૂના જીવનની મંત્રમુગ્ધ કરનારી ઈનસાઈટ્સ અને અદભુત જનાવરોના રેસ્કયુની વાર્તાઓ હિંદીમાં પ્રદર્શિત કરશે.
– વ્હીલ વર્લ્ડઃ વાહનના શોખીનો માટે આ ઉચ્ચ રોમાંચક ડેસ્ટિનેશન છે, જેમાં રોમાંચક કાર અને બાઈક શો અને બેસ્ટ ગેરેડજીસના રિસ્ટોરેશનની વાર્તાઓ અંગ્રેજીમાં પ્રસ્તુત કરાશે.
– એક્સ્ટ્રીમ જોબ્સઃ દુનિયાનવાં સૌથી સાહસિક વ્યવસાયોની રોમાંચક ખોજમાં અસાધારણ કાર્યસ્થળો અને તેમની પાછળના નીડર લોકોની વાર્તા હિંદીમાં પ્રસ્તુત કરાશે.
સાઉથ એશિયાના વોર્નર બ્રધર્સ ડિસ્કવરીના ડિસ્ટ્રિબ્યુશનના હેડ રુચિર જૈને જણાવ્યું હતું કે, ‘‘વોર્નર બ્રધર્સ ડિસ્કવરીમાં અમે અમારા દર્શકો માટે વૈવિધ્યપૂર્ણ અને ઉચ્ચ ગુણવત્તાનું મનોરંજન તૈયાર કરવા વિશે ભારે જોશ ધરાવીએ છીએ. કનેક્ટેડ ટીવીમાં વધારા સાથે અમને આ નવી ચેનલો થકી સેમસંગ ટીવી પ્લસ પર અમારી હાજરી વિસ્તારવાની બેહદ ખુશી છે. સેમસંગ ટીવી પ્લસ સાથે અમારી ભાગીદારીથી અમારા દર્શકોને ડબ્લ્યુબીટીવીમાં અત્યંત શ્રેષ્ઠતમ લાવવામાં અમને મદદ થશે.’’