સુરતમાં ફરી દીક્ષા મહોત્સવની મૌસમ: 13 દીક્ષાર્થીઓ સામુહિક સંયમ માર્ગે પ્રયાણ કરશે
ભક્તિયોગાચાર્ય આ. ભ. યશોવિજયસૂરિ મહારાજાના હસ્તે રજોહરણ પ્રદાન થશે

સુરત : ચાતુર્માસ પૂર્ણ થતા સુરતમાં ફરી એકવાર દીક્ષાનો દુંદુભીનાદ ગાજી ઉઠ્યો છે. સુરત વિક્રમ સંવતના નવલા વર્ષે દીક્ષાના રંગે રંગાવા તૈયાર છે. ઉઘડતા વર્ષે પાલ વિસ્તારમાં ” રોમે રોમે પરમ સ્પર્શ ” નામથી સુંદર વાટિકા તૈયાર કરવામાં આવી છે. આ વાટિકામાં તા – 5 થી 7 નવેમ્બર ત્રિદિવસીય ભવ્ય દીક્ષા મહોત્સવ ઉજવાશે.
સુરતની ધર્મધરા પાલ મધ્યે શ્રી પરમ-જિન-ભદ્ર-શાંતિ શ્વે. મૂ. પૂ. જૈન સંઘ તથા આચાર્યશ્રી ૐકારસૂરિ આરાધના ભવનના ઉપક્રમે
૧૩ સંયમવીરોની સામુહિક દીક્ષા થશે. ભક્તિયોગાચાર્ય આ. ભ. યશોવિજયસૂરિ મહારાજા, શાસ્ત્રસંશોધક આ. ભ. મુનિચંદ્રસૂરિ મહારાજા, વૈરાગ્યવારિધિ આ. ભ. કુલચંદ્રસૂરિ મહારાજા આદિ વિશાળ સાધુ ભગવંતોની નિશ્રામાં આ દીક્ષા મહોત્સવ થશે. આ 13 દીક્ષાર્થીઓમાં 11 સુરતના છે.

આ છે ત્રણ દિવસનો કાર્યક્રમ
ત્રિદિવસીય કાર્યક્રમમાં પહેલા દિવસે તા ૫મી નવેમ્બર બુધવારે સવારે 9:00 કલાકે મહામંગળકારી શ્રી શાંતિધારા અભિષેક થશે. બપોરે 2 થી 4 કલાકે છાબ ભરવાની મંગળ વિધિ તથા મહેંદી રસમ, રાત્રે 8 કલાકે “ત્યાગનું સન્માન” બહુમાન સમારોહ, દીક્ષાર્થી બહેનોનું વક્તવ્ય . બીજા દિવસે ગુરુવારે સવારે 8:30 કલાકે જાજરમાન વર્ષીદાનયાત્રા, બપોરે 4:30 કલાકે ગૃહાંગણે દિક્ષાર્થીઓનું સંસારી પાત્રમાં અંતિમ ભોજન, સાંજે 7:30 કલાકે ” પ્રભુમિલનની પ્યાસ ” નામથી ભવ્ય વિદાય સમારોહ થશે ત્યારબાદ દીક્ષાર્થી ભાઈઓનું વક્તવ્ય અને બાદમાં વિદાયતિલક ચઢાવા બોલાશે. અંતિમ દિવસે દીક્ષા વિધિ કાર્યક્રમમાં શુક્રવારે સવારે 5:04 કલાકે દીક્ષાર્થીઓનો મંડપ પ્રવેશ અને સવારે 8:30 કલાકે રજોહરણ પ્રદાન વિધિ થશે.

આ છે સંયમમાર્ગના 13 સંયમવીર
મનોજભાઈ વાડીલાલ કોરડીયા
ઇન્દુબેન મનોજભાઈ કોરડીયા
વૃષ્ટિક મનોજભાઈ કોરડીયા
કાવ્ય હસમુખભાઈ કોરડીયા
રંજનબેન સુભાષભાઈ જૈન
રાહુલ સુભાષભાઈ જૈન
ભવ્ય રાજેશકુમાર મહેતા
જયાન મૌલિકભાઈ લાલણ
શ્રેયા જયેન્દ્રભાઈ વોરા
જીલ્સી ખેતેન્દ્રકુમાર મહેતા
વૃષ્ટિ જીગ્નેશભાઈ શાહ
ત્યાગી નરેશભાઈ શેઠ
પર્ષદા ભાવિનભાઈ શાહ
				
					


