યશ્વી કાવાએ નેશનલ ટેકવાંડો ચેમ્પિયનશિપમાં મેડલ જીત્યા
41મું નેશનલ જુનિયર ક્યોરુગી ટેકવાંડો ચેમ્પિયનશિપમાં જીતીને અને ત્રીજું સ્થાન હાંસલ કર્યુ હતું
ઔરંગાબાદના ડિવિઝનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 41મી નેશનલ જુનિયર ક્યોરુગી ટેકવાંડો ચેમ્પિયનશિપ યોજાઈ હતી. જેમાં સુરતની શાળાના વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કર્યુ હતું. ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના ગુજરાત બોર્ડ અંગ્રેજી માધ્યમના યશ્વી કાવાએ નેશનલ ટેકવાંડો ચેમ્પિયનશિપમાં મેડલ જીત્યા હતાં.
યશ્વી કાવાએ 41મું નેશનલ જુનિયર ક્યોરુગી ટેકવાંડો ચેમ્પિયનશિપમાં જીતીને અને ત્રીજું સ્થાન હાંસલ કર્યુ હતું. જેથી શાળાના ટ્રસ્ટીઓ, કેમ્પસ ડિરેક્ટર, પ્રિન્સિપાલ, ફિઝિકલ એજ્યુકેશન શિક્ષક અને તેમના કોચનો ખાસ અભિનંદન અપાયા હતા. યશ્વીને મળેલા અભૂતપૂર્વ સહયોગ અને માર્ગદર્શનને કારણે આ ગૌરવમય ક્ષણ ઉજવવામાં આવી છે. આ તમામ તેણીની સખત મહેનત અને પ્રતિબદ્ધતાનું પરિણામ છે.
યશ્વીએ કહ્યુ કે, આ સ્પર્ધા માટે ખૂબ મહેનત કરી હતી. આગામી સમયમાં પણ દેશ માટે મેડલ લાવવાની ઈચ્છા છે. જેથી શાળા કક્ષાએથી જે માર્ગદર્શન મળે તે પ્રમાણે સતત મહેનત કરતી રહીશ.