સુરતઃ વરસાદની પરિસ્થિતિ અંગે વિડિઓ કોન્ફરન્સના માધ્યમ થી રીવ્યુ મિટિંગ યોજાઈ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલએ વરસાદની પરિસ્થિતિ અંગેનો તાગ મેળવ્યો

આજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત રાજ્યના અધ્યક્ષ સ્થાને હાલની વરસાદની પરિસ્થિતિ અંગે વિડિઓ કોન્ફરન્સના માધ્યમ થી રીવ્યુ મિટિંગ યોજાઈ હતી અને વરસાદની પરિસ્થિતિ અંગેનો તાગ મેળવ્યો હતો.
મ્યુનિસિપલ કમિશનર દ્વારા સુરત શહેરની હાલની પરિસ્થિતિ અંગે માહિતી આપવામાં આવેલ હતી અને ઉપરવાસમાં વરસાદને કારણે ઉકાઈ ડેમમાંથી છોડાવામાં આવેલ પાણીને કારણે શહેરના સેન્ટ્રલ ઝોન, કતારગામ ઝોન, રાંદેર ઝોન મળી કુલ 3 અસરગ્રસ્ત ઝોનમાં હાલમાં તાકીદે કામગીરી શરુ કરવામાં આવેલ છે.
જેમાં કુલ 152 લોકોનું સ્થળાંતર કરવામા આવેલ છે તેમજ કુલ 1000 જેટલા ફૂડ પેકેટસ પહોંચાડવાની કામગીરી કરવામાં આવેલ છે. તથા પરિસ્થિતિને ધ્યાને લઈ સેન્ટ્રલ ફ્લડ કંટ્રોલ રૂમ ખાતેથી અને ICCC ના ઇમર્જન્સી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતેથી મહાનગરપાલિકાની ફિલ્ડમાં કાર્યરત ટીમ સાથે સતત સંકલન સાધી કામગીરી કરવામાં આવી રહેલ છે. વધુમાં જાહેર જનતાને સુરત મહાનગરપાલિકા દ્વારા નદી કિનારે, દરિયા કિનારે, નદી બ્રિજ ઉપર જવાનુ ટાળવા નમ્ર અપીલ કરવામાં આવે છે.