બિઝનેસ

સેમસંગ દ્વારા 10 લાર્જ કેપેસિટી બીસ્પોક એઆઈ વોશિંગ મશીન્સ ભારતીય ગ્રાહકો માટે રજૂ કરાયાં

નવાં, મોટાં 12 કિગ્રા એઆઈ વોશિંગ મશીન્સ એઆઈ વોશ, એઆઈ એનર્જી, એઆઈ કંટ્રોલ અને એઆઈ ઈકોબબલ વિશિષ્ટતાઓ સાથે આવે છે

 બેન્ગલુરુ, ભારત, 27 ઓગસ્ટ, 2024: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે 10 મોટા આકારનાં ફ્રન્ટ લોડ વોશિંગ મશીનોની નવી શ્રેણી રજૂ કરવામાં આવી છે. એઆઈ-પાવર્ડ લાઈન-અપ ભારતીય ગ્રાહકો માટે લોન્ડ્રી સંભાળમાં નવા યુગનું વચન આપે છે, જે લોન્ડ્રીને જ્ઞાનાકાર એઆઈ વિશિષ્ઠતાઓ સાથે આસાન કામ બનાવે છે.

નવાં, મોટાં વોશિંગ મશીનો 12 કિગ્રાના આદર્શ આકારમાં આવે છે, જે ભારતીય ગ્રાહકોને એક સાથે મોટો ભાર ધુલાઈ કરવાની અનુકૂળતા આપે છે, જેને લીધે બ્લેન્કેટ, પડદા અને સાડીઓ જેવી મોટી આઈટમો માટે તેને આદર્શ બનાવે છે. સેમસંગ ઈન્ડિયાની નવાં 12 કિગ્રા એઆઈ વોશિંગ મશીનોની શ્રેણી રૂ. 52,990થી શરૂ થાય છે. નવાં આધુનિક વોશિંગ મશીનો એઆઈ વોશ, એઆઈ એનર્જી મોડ, એઆઈ કંટ્રોલ અને એઆઈ ઈકોબબલ જેવી ફ્લેટ ગ્લાસ ડોર અને આધુનિક એઆઈ વિશિષ્ટતાઓ સાથે તૈયાર કરાયેલા બીસ્પોકમાં આવે છે.

“ભારતીય ગ્રાહકો ઊર્જા અન સમયની બચત સાથે ઓછામાં ઓછા પ્રયાસો સાથે કક્ષામાં ઉત્તમ ધુલાઈની કામગીરી પ્રદાન કરતાં નવા યુગનાં ડિજિટલ એપ્લાયન્સીસ ચાહતા હોય છે. અમારાં નવાં 12 કિગ્રા એઆઈ- પાવર્ડ વોશિંગ મશીનો ગ્રાહકોને એકસાથે મોટો લોન્ડ્રી ભાર ધુલાઈ કરવાની અનુકૂળતા આપે છે, જેને લીધે તેમને ઓછી જહેમત લેવી પડે છે અને તેમની ઊર્જા અને સમય બચે છે. ફ્રન્ટ- લોડ બીસ્પોક એઆઈ વોશિંગ મશીન્સની નવી શ્રેણી સુવિધાજનક અને અસરકારક ધુલાઈ સાથે પોતાને અલગ તારવે છે. પ્રીમિયમ બીસ્પોક એઆઈ વોશિંગ મશીન શ્રેણી સાથે અમારું લક્ષ્ય પરફોર્મન્સ, સુવિધા અને સ્ટાઈલની કદર કરતા ગ્રાહકોની માગણીને પહોંચી વળે છે અને ઉચ્ચ ક્ષમતાના વોશિંગ મશીન સેગમેન્ટમાં આગેવાની લે છે,” એમ સેમસંગ ઈન્ડિયા ડિજિટલ એપ્લાયન્સીસના સિનિયર ડાયરેક્ટર સૌરભ બૈસાખિયાએ જણાવ્યું હતું.

પર્સનલાઈઝ્ડ લોન્ડ્રી અનુભવોમાં મોટી છલાંગ લવાગતાં સેમસંગનાં બીસ્પોક એઆઈ વોશિંગ મશીનો સ્માર્ટથિંગ્સ એપના એકીકરણ સાથે મહત્તમ વોશ વિકલ્પો પ્રદાન કરવા 2.8 મિલિયન બિગ ડેટા પોઈન્ટ્સનો લાભ લે છે. તે દરેક વોશ સાઈકલમાં મહત્તમ પ્રમાણમાં ઊર્જાની બચત કરવામાં મદદ પણ કરે છે. એઆઈ એનર્જી મોડને કારણે ગ્રાહકો માટે વીજ બિલો ઓછાં થઈને 70 ટકા સુધી ઊર્જા બચત પૂરી પાડે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button