બિઝનેસસુરત

સચીન જીઆઇડીસીમાં પીવાના પાણીની પાઈપલાઈન નાંખવાનું રૂા.૨૪.૨૧ કરોડના પ્રોજેક્ટનું કામ શરૂ

સચીન જીઆઇડીસીમાં વર્ષ ૧૯૯૦ બાદ ઉદ્યોગો સ્થપાવાનું શરૂ થયેલ. જે સમયે ઉદ્યોગોની અને કામદારોની સંખ્યા ઓછી હતી. જે તે સમયે પીવાના પાણીની લાઇન માટે પીવીસી તથા કાસ્ટીંગ પાઈપો વાપરવામાં આવેલ હતા. આમ હયાત પીવાના પાણીની લાઇન ૩૫ વર્ષ જુની સાંધાવાળી અને જર્જરીત થયેલ હોવાથી ઉદ્યોગકારોને પુરતા પ્રેશરથી પાણી મળતું નહતું અને ખાસ કરીને વસાહતમાં આવેલ આઇ ઝોન તથા સરદાર વલ્લભભાઈ પટેલ ઝોનમાં મોટાભાગના એકમોમાં કામદારો માટે પીવાના પાણીની કાયમીધોરણે સમસ્યા રહેતી હતી. જેથી પાણીની સમસ્યાના નિવારણ માટે તથા સુવિધા સુધારવા માટેના મહત્વકાંક્ષી ડ્રિંકીંગ વોટર પાઇપલાઇન પ્રોજેક્ટનું કામ કરવાનું નકકી કર્યુ.

ત્યારબાદ નોટીફાઈડ દ્વારા પ્રોજેક્ટ તૈયાર કરી જીઆઇડીસી નિગમના અધિકારીશ્રીઓએ મંજુર કરી પ્રોજેક્ટનું કામ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી સત્તાવાર રીતે શરૂ કરવામાં આવ્યું છે. જે કામગીરી અંદાજીત ૬ માસમાં પૂર્ણ થશે. સમગ્ર પ્રોજેક્ટને ત્રણ ઝોનમાં વહેંચવામાં આવેલ છે. જેમાંથી નોન-કેમીકલ ઝોનમાં પ્રથમ તબકકાનું કામ શરૂ થઇ ગયું છે. જેમાં ખાતાની બહાર સુધી પાણીની લાઈન બિછાવી કનેકશન આપવામાં આવશે અને ખાતાની અંદર પીવાના પાણીની લાઈન ઉદ્યોગકારોએ પોતાના ખર્ચે લઇ જવાની રહેશે.

આ તબકકામાં કુલ ૪૮ કિમી DI (ડકટાઇલ આયર્ન) પાઇપલાઈન નાંખવામાં આવશે. આ સુવિધાથી ૧૪૫૦ જેટલાં ફીક્સ કનેક્શન ધારકોને પૂરતા પ્રેશરથી શુધ્ધ અને સતત પીવાના પાણીની ઉપલબ્ધી સુનિશ્ચિત થશે. બીજા તબકકામાં મેજરવોટર યુઝર્સની હયાત પાણીની લાઇનનું નેટવર્ક પણ નવું ઊભું કરવાનું આયોજન છે.

ઝોન મુજબ ખર્ચની વિગત નીચે મુજબ છે

ઝોન ૧ : રૂા. ૯.૨૪ કરોડ

ઝોન ૨ : રૂા. ૮.૨૪ કરોડ

ઝોન ૩ : રૂા. ૬.૭૩ કરોડ

કુલ : રૂા.૨૪.૨૧ કરોડ

ઉપરોક્ત પ્રોજેક્ટની કામગીરીની શરૂઆત રોડ નંબર ૫/૨ જંકશન પરથી કરવામાં આવી છે. જેનું ખાતમુહૂર્ત સોસાયટીના ઉપપ્રમુખ નિલેશ ગામીના હસ્તે કરવામાં આવેલ અને સોસાયટી પ્રમુખ કિશોરભાઈ પટેલ, સેક્રેટરી મયુર ગોળવાલા, ડિરેક્ટર ગૌરાંગ ચપટવાલા, નોટીફાઈડ ચેરમેન મિતુલ મહેતા તથા દિનેશભાઈ કામનવાર, હેમંત જરીવાલા, મુકેશ ચર્તુવેદી, કિર્તી પટેલ હાજર રહેલ. આવનારા સમયમાં અન્ય ઝોનમાં પણ તબકકાવાર કામગીરી શરૂ કરવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button