વેલ્કેર હોસ્પિટલ અને મેરિલે વડોદરામાં ભારતનું પ્રથમ ઓર્થોસૂત્ર અનુભવ કેન્દ્ર શરૂ કર્યું

ગુજરાત: વેલ્કેર હોસ્પિટલે, મેરિલ સાથે મળીને “ઓર્થોસૂત્ર – એક અનુભવ કેન્દ્ર” શરૂ કર્યું છે , જે ભારતનું પ્રથમ એક એવું સર્વગ્રાહી પ્લેટફોર્મ છે જે દર્દનિવારક આરોગ્યની સારસંભાળ, દર્દીને સમજ અને સર્જિકલ તાલીમ આપવા જેવી બાબતોને એકીકૃત કરે છે. આ કેન્દ્ર ડૉ. ભરત મોદીના મગજની ઉપજ છે , જેઓ ભારતના સૌથી પ્રખ્યાત ઓર્થોપેડિક સર્જનોમાંના એક છે અને સાંધાની રિપ્લેસમેન્ટ સર્જરીમાં ૩૦ વર્ષથી વધુનો કુશળ અનુભવ ધરાવે છે. આ લોન્ચ કરવાથી આરોગ્યની સારસંભાળ અંગેની ઇકોસિસ્ટમમાં એક આદર્શ પરિવર્તન આવવાનું છે – જે સારવાર પર આધારિત ઇન્ટરેક્ટિવ અભિગમથી દર્દીમાં જાગૃતિ અને દર્દ અટકાવવા પર ધ્યાન કેન્દ્રિત કરતા સક્રિય અભિગમ તરફ લઇ જાય છે.
ઓર્થોસૂત્રનો ખ્યાલ એક સરળ છતાં શક્તિશાળી વિચાર પરથી ઉદ્ભવે છે: આરોગ્યની સારસંભાળ ફક્ત ઓપરેટિંગ રૂમથી આગળ વધવી જોઈએ. આ કેન્દ્રને બે મહત્વપૂર્ણ ઉદ્દેશ્યો પૂરા કરવા માટે કાળજીપૂર્વક ડિઝાઇન કરવામાં આવ્યું છે. પહેલું દર્દીને આ વિશે શિક્ષણ આપવાનું છે – વ્યક્તિઓને સ્વસ્થ સાંધા જાળવવા, ઓર્થોપેડિક દર્દની પરિસ્થિતિઓને રોકવા અને જરૂર પડ્યે સારવારના વિકલ્પો સમજવા માટે જરૂરી જ્ઞાન અને સાધનોથી સશક્ત બનાવવા તે છે. બીજું વ્યવસાયિક માર્ગદર્શન છે – જે યુવા ઓર્થોપેડિક સર્જનો અને તબીબી વિદ્યાર્થીઓને સ્ટ્રક્ચર્ડ એક્સપોઝર, રીઅલ-ટાઇમ સર્જિકલ આંતરદૃષ્ટિ અને વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત નિષ્ણાતોની આગેવાની હેઠળ ઇન્ટરેક્ટિવ લર્નિંગ સત્રો યોજવા તે છે.
આ પ્રસંગે બોલતા, વેલ્કેર હોસ્પિટલ ના સ્થાપક ડૉ. ભરત મોદી , એ કહ્યું:
“ઓર્થોસૂત્ર માત્ર એક કેન્દ્ર નથી; તે એક ચળવળ છે. અમારું લક્ષ્ય પારદર્શક શિક્ષણ અને ઉચ્ચ-ગુણવત્તાવાળી તાલીમ આપીને દર્દીઓ અને આરોગ્યના સારસંભાળ ક્ષેત્રના વ્યવસાયિકો વચ્ચેના અંતરને દૂર કરવાનો છે. નિવારક વ્યૂહરચનાઓ અને કૌશલ્ય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને, અમે સર્જિકલ પ્રતિભાની આગામી પેઢીને આકાર આપતી વખતે સાંધાના રોગોના વધતા ભારને ઘટાડવાની આશા રાખીએ છીએ.”
વેલ્કેરના અગ્રણી ઓર્થોપેડિક ડોકટરની આગામી પેઢી – ડૉ. આશય મોદી અને ડૉ. ક્ષિતિજ મોદી , ડૉ. ભરત મોદીના પુત્રો. બંને ટેકનિકલી કુશળ, શૈક્ષણિક રીતે મજબૂત અને શહેરમાં આશાસ્પદ યુવા સર્જનો તરીકે ખૂબ જ આશાસ્પ્દ માનવામાં આવે છે. સાથે મળીને, તેઓ વેલ્કેર હોસ્પિટલમાં યુવા ઊર્જા, વૈશ્વિક એક્સપોઝર અને આધુનિક દૃષ્ટિકોણ લાવે છે.
મનીષ દેશમુખ, સીએમઓ, મેરિલ , જણાવ્યું હતું કે: “મેરિલ, તબીબી ટેકનોલોજીમાં અગ્રણી સંશોધક તરીકે, દર્દ નિવારણ, ચોકસાઈ અને દર્દી સશક્તિકરણ પર ભાર મૂકતી આરોગ્યની એક ટકાઉ સારસંભાળની ઇકોસિસ્ટમ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. ઓર્થોસૂત્ર સાથે, અમે દર્દીઓને જ્ઞાન દ્વારા શિક્ષિત કરીશું અને સર્જનોને અત્યાધુનિક ટેકનોલોજી અને તાલીમ સાથે સક્ષમ બનાવીશું. આ પહેલ સર્જિકલ શિક્ષણમાં જાગૃતિ, દર્દનિવારણ અને શ્રેષ્ઠતા પર ધ્યાન કેન્દ્રિત કરીને ભારતમાં આરોગ્ય સારસંભાળ ક્ષેત્રને સુધારવા માટેની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.”