સુરત
ભારતીય બૌદ્ધ મહાસભા, સુરત શહેર દ્વારા ભગવાન બુદ્ધની 2566મી જન્મ જયંતિ નિમિત્તે “વિશાળ સદભાવના યાત્રા” આયોજિત
ભારતીય બૌદ્ધ મહાસભા, સુરત શહેર દ્વારા આયોજિત ત્રિપાવન વૈશાખી પુનમ, ભગવાન બુદ્ધની 2566મી જન્મ જયંતિના પવિત્ર તહેવાર નિમિત્તે સુરત શહેરના પિયુષ પોઈન્ટથી ચીકુવાડીથી દક્ષેશ્વર મંદિર થઈ દરગાહ ભેદવાડ થઈને બાટલી બોય ત્રણ રસ્તા સુધીની “વિશાળ સદભાવના યાત્રા” માં. હજારોની સંખ્યામાં તેના અનુયાયીઓ જોડાયા હતા. વિશાલ સદભાવના યાત્રા” માં હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહેલા આંબેડકર સમાજના ઉપાસકો અને યુવા ભીમ સૈનિકોએ રેલીમાં જયભીમ ના નાદ થી પાંડેસરાના રસ્તાઓ ગુંજી ઉઠ્યા હતા.
રેલી બાદ મહાસભામાં સદભાવના યાત્રામાં આવેલ સૌનો આભાર માનવામાં આવ્યો હતો “ડૉ. બાબાસાહેબ આંબેડકરજીના બૌદ્ધ ધર્મનો સ્વીકાર કરવો જોઈએ””બુદ્ધ ભગવાનની ઓળખ શું છે, મનુષ્ય એક જ છે તે બાબતો ઉપર વાર્તાલાપ થયો હતો