કારગિલ દિવસની 23મી વર્ષગાંઠ પર વાસ્તુ ચેરીટેબલ ટ્રસ્ટએ દેશના ૧૦ પરાક્રમી શહીદોને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા
26 જુલાઇ 1999ના રોજ બનેલ ઘટનાને આજે 23 વર્ષ થયા એક સાચો દેશભક્ત આજનો દિવસ ક્યારેય નહીં ભૂલી શકે, ભારતે 26 જુલાઈ 1999માં કારગિલ યુદ્ધમાં દેશના 530 જવાનો માતૃભૂમિના રક્ષણકાજે વિરગતી પામ્યા હતા તેમ છતાં કારગીલ પર તિરંગો લહેરાવી પાકિસ્તાન પર વિજય મેળવ્યો હતો. ત્યારથી આ દિવસને કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
આજે કારગિલ દિવસની 23મી વર્ષગાંઠ પર વરાછા સ્થિત સ્કાય વ્યુવ ખાતે વાસ્તુ ચેરીટેબલ ટ્રસ્ટ અને અન્ય સભ્યોએ લેફટીનેન્ટ મનોજ કુમાર પાંડે, કેપ્ટન વિક્રમ બત્રા, યોગેન્દ્ર યાદવ સહીત દેશના ૧૦ પરાક્રમી શહીદોના ફોટાને પુષ્પ અને સુખડીની માળા ચઢાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી
ટ્રસ્ટી શ્રી ભુપત સુખડીયાએ માતૃભૂમિના જતનકાજે બલિદાન આપનાર તમામ જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા અને સંદેશો આપતા જણાવ્યું હતું કે કારગિલ એ ભારતીય સેનાના વિજય પરાક્રમ અને શૌર્યની એવી ગાથા છે, જે અનેક પેઢીઓ સુધી પ્રેરણા આપતી રહેશે