ધર્મ દર્શન

શરીરનો ભોગ ભોગવવા માટે નહીં, પણ સાધના કરવા માટે ઉપયોગ કરો: આચાર્ય જિનસુંદરસૂરિશ્વરજી મહારાજ

સુરત: શ્રી શાંતિનાથ જૈન સંઘ-વેસુના આંગણે વૈરાગ્યવારિધિ પૂજ્યવાદ આચાર્યદેવ શ્રી કુલચંદ્રસૂરિશ્વરજી મહારાજ વર્ષીતપ સ્પેશ્યાલિસ્ટ પૂ. આચાર્યદેવ જિનસુંદરસૂરિશ્વરજી મહારાજ, પૂ. આચાર્યદેવ રશ્મિરાજસૂરિશ્વરજી મહારાજાની નિશ્રામાં ધર્મસભાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

પૂ. આચાર્યઍ ધર્મસભાને સમજાવ્યું કે, શરીર, સમય અને સંપત્તિનો કસ કાઢો. જેમ ભાડા પર ૧ કલાક માટે લીધેલી સાઇકલનો બરાબર કસ કાઢીઍ છીએ. ૫૦ મિનિટ સુધી તેનો ઉપયોગ થઇ ગયો હોય. છેલ્લી ૧૦ મિનિટ કોઇ કામ આવી પડે તો પણ તે કામ પછી કરીને ૧૦ મિનિટ સાઇકલનો ઉપયોગ કરી લઇઍ છીઍ. તેમ ૬૦-૭૦ વર્ષ માટે મળેલા મનુષ્યભવનો કસ ન કાઢવો જાઇએ? શરીર તો દેવોને પણ મળે છે પણ તે શરીરનો ઉપયોગ માત્ર ભોગ ભોગવા માટે કરી નાખે છે.

જ્યારે માનવોને મળેલા શરીર નો ઉપયોગ સાધના કરવા માટે કરી લેવો જાઇઍ. બાકી ખબર નહીં પડે કે રોગ ક્યારે આ શરીરને સાધના કરવા માટે અસમર્થ બનાવી દે. ઘડપણ ક્યારે આ શરીરને નબળુ પાડી દે અને મૃત્યુ ક્યારે આ શરીરને ખતમ કરી નાખે. પૂજ્યશ્રીના ધારદાર પ્રવચન સાંભળતા શ્રી સંઘે ૨૦૨૫ની સાલમાં સમસ્ત વેસુ માટે સામૂહિક વર્ષીતપ કરાવવાનું નક્કી કર્યું અને અને સાથે વૈરાગ્યવારિધિ પૂજ્યવાદ આચાર્યદેવ  કુલચંદ્રસૂરિશ્વરજી મહારાજને 2025 અને વર્ષીતપ પ્રભાવક પૂ. આ.જિનસુંદરસૂરિશ્વરજીને ૨૦૨૬ના ચાતુર્માસ માટે આગ્રહભરી વિનંતી કરી ત્યાંથી પૂજ્યશ્રીઍ નિમેષભાઇ શાહના ગૃહાંગણે ગૃહજિનાલયની પ્રથમ સાલગીરી નિમિત્તે આયોજેલ ૧૮ અભિષેકમાં નિશ્રા પ્રદાન કરીને હર્ષોલ્લાસ સાથે શ્રી શ્રેયાંશનાથ પ્રભુ ની પ્રથમ સાલગીરી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button