અપસ્ટોક્સે ઇન્શ્યોરન્સ ડિસ્ટ્રીબ્યુશનમાં પ્રવેશ કર્યો
સુરત– ભારતના અગ્રણી વેલ્થ મેનેજમેન્ટ પ્લેટફોર્મ્સ પૈકીના એક અપસ્ટોક્સે ઇન્શ્યોરન્સ
ડિસ્ટ્રીબ્યુશન બિઝનેસમાં તેના પ્રવેશની આજે જાહેરાત કરી હતી. ઇન્શ્યોરન્સમાં તેનો પ્રવેશ
વ્યાપક વેલ્થ-બિલ્ડિંગ પ્લેટફોર્મ તરીકે ઊભરવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ દર્શાવે છે. આજે
અપસ્ટોક્સ એ સ્ટોક્સ, આઈપીઓ, એફએન્ડઓ, કોમોડિટીઝ, કરન્સી, ફિક્સ્ડ ડિપોઝીટ્સ, પીટુપી
લેન્ડિંગ, ગવર્મેન્ટ બોન્ડ્સ, ટી-બિલ્સ, એનસીડી, ગોલ્ડ, ઇન્શ્યોરન્સ સહિત વિવિધ પ્રકારના
ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ માટેનું એક વન-સ્ટોપ-શોપ છે.
અપસ્ટોક્સના સહ-સ્થાપક કવિતા સુબ્રમણ્યને જણાવ્યું હતું કે, ઇન્શ્યોરન્સ ડિસ્ટ્રીબ્યુશન
સેગમેન્ટમાં પ્રવેશ કરીને રોમાંચિત છીએ. અપસ્ટોક્સમાં અમે આ પડકારોને સમજીએ છીએ અને
તેમને મૂંઝવણ ન થાય તે રીતે આ તમામ પ્રશ્નોના જવાબો મળી રહે તે માટે ગ્રાહકોને મદદ
કરવા માટે પ્રતિબદ્ધ છીએ. અમારો ઉદ્દેશ્ય ગ્રાહકોને આ મૂંઝવણોમાંથી બહાર કાઢવાનો અને
ભારતીયોને યોગ્ય રોકાણ કરવામાં મદદ કરવાનો છે. અમે અમારા પ્લેટફોર્મને સરળ, સુરક્ષિત,
ઝડપી અને સાહજિક બનાવવા માટે સતત કામ કરી રહ્યા છીએ.
આ લોન્ચ સાથે કંપની તેના વપરાશકર્તાઓને તેમની જરૂરિયાતોને અનુરૂપ ઇન્શ્યોરન્સ
ખરીદવાનો સરળ, પારદર્શક અને કસ્ટમાઇઝ્ડ અનુભવ પ્રદાન કરીને ભારતના વીમા ક્ષેત્રે ક્રાંતિ
લાવવાનો હેતુ ધરાવે છે. હાલમાંઅપસ્ટોક્સ તેના પ્લેટફોર્મ પર ટર્મ લાઇફ ઇન્શ્યોરન્સ ઓફર
કરી રહી છે અને ટૂંક સમયમાં હેલ્થ,મોટર અને ટ્રાવેલ ઇન્શ્યોરન્સ શરૂ કરવાની યોજના બનાવી
રહી છે. એચડીએફસી લાઇફ અપસ્ટોક્સ સાથે ભાગીદારી કરનારી અને પ્લેટફોર્મ પર તેના ટર્મ
ઇન્શ્યોરન્સ પ્લાન્સ રજૂ કરનારસૌથી પહેલી ઇન્શ્યોરન્સ કંપનીઓ પૈકીની એક છે.