ગુજરાત

વાગરામાં વેકેશનને રસપ્રદ બનાવતા ઉત્થાન પ્રોજક્ટના સમરકેમ્પ્સ

વેકેશન એટલે રમતગમત સાથે રચનાત્મક પ્રવૃત્તિઓ થકી જ્ઞાનવર્ધનનો અવસર

દહેજ, ભરૂચ : વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓ અભ્યાસેતર રચનાત્મક પ્રવૃત્તિઓ તરફ વળે એ હેતુ થી અદાણી ફાઉન્ડેશન- દહેજ દ્રારા સમર કેમ્પ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થા દ્રારા સંચાલિત ઉત્થાન પ્રોજેક્ટ હેઠળ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. વાગરા તાલુકાની 14 શાળાઓના 1200 થી વધુ વિદ્યાર્થીઓએ પાંચ દિવસ ચાલેલા સમર કેમ્પમાં ઉત્સાહભેર ભાગ લીધો. સમર કેમ્પમાં બાળકોમા રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવી જિજ્ઞાસાવૃત્તિ વધે એવી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી.

આ સમર કેમ્પમાં બાળકોને નવી વસ્તુઓ શીખવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેથી તેઓ નવીનતા લાવવાની ક્ષમતા ધરાવે, બાળકમાં આત્મવિશ્વાસ વધે અને તેના જીવનમાં આવતા અવરોધોને દૂર કરે. આ શિબિરના માધ્યમથી બાળકને ગાઢ મિત્રતા કેળવાય છે. ઉનાળાના વેકેશનમાં બાળકોએ પશુ-પક્ષીઓ માટે ખાવાના તેમજ પાણી પીવાના વાસણો બનાવી શાળા પરીષરના વૃક્ષો ઉપર લગાડ્યા હતા. જેથી પક્ષીને આ તીવ્ર તડકાથી રક્ષણ મળી રહે અને કાર્ય દ્વારા બાળક પ્રકૃતિ સાથે જોડાઈ શકે અને ભવિષ્યના જવાબદાર નાગરિક બની શકે.

આ સાથે બાળકોએ વિવિધ પ્રાણીઓના માસ્ક બનાવ્યા અને આ ક્રિયાથી પૃથ્વી પર પ્રાણીનું મહત્વ અને ભવિષ્યમાં આપણે તેની સંભાળ કેવી રીતે રાખી શકીએ તે શીખ્યા. છોકરીઓની પ્રિય એવી મહેદી મૂકવાની તક પણ આપવામાં આવી હતી. સમર કેમ્પના આ પાંચ દિવસીય સમર કેમ્પના બાળકોને શાળાના શિક્ષકો ખૂબ જ નવીન અને અર્થપૂર્ણ લાગ્યાં.

સમરકેમ્પમાં વાગરા તાલુકાના ગામો લખીગામ, લુવારા, જાગેશ્વર, દહેજ કુમાર શાળા, કન્યા શાળા, જોળવા, સુવા, રહિયાદ, કોળીયાદ, વેંગણી અને કલાદરા ગામના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બાળકોમાં જ્ઞાનવર્ધન માટેના રસપ્રદ પ્રયોગને વધાવતા ગામના સરપંચ નગીનભાઇ સહિત મહાનુભાવોએ ઉત્થાન સહાયકોને અભિનંદન પાઠવ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button