એજ્યુકેશન

ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ નાં વિદ્યાર્થીઓની JEE EXAM માં અભૂતપૂર્વ સફળતા

સુરત ખાતે જહાંગીરબાદ સ્થિત શાળા ધી રેડીયન્ટ ઇન્ટરનેશનલ સ્કુલનાં વિદ્યાર્થીઓએ ધો. 12 સાયન્સ JEE(MAINS-2 ND PHASE) EXAM માં અભુતપૂર્વ દેખાવ કરીને સર્વોતમ્ પરિણામ મેળવેલ છે. શાળાના 6 વિદ્યાર્થીશ્રેષ્ઠ પરિણામ લાવી શાળાનું નામ રોશન કર્યું હતું.જે પૈકી 1) જીવાણી હીર 95.39 PR સાથે પ્રથમ ક્રમે 2) બાસંતે મનીષકુમાર 95.25 PR સાથે બીજા ક્રમે 3) ગાબાણી જેનિલકુમાર 94.73 PR સાથે ત્રીજા ક્રમે 4) મોરડીયા તિલક 94.63 PR સાથે ચોથા ક્રમે 5) નલોળા પાર્થ અને વરિયા યશ 90.89 PR સાથે પાંચમો ક્રમ મેળવી માતા-પિતા નું નામ રોશન કર્યું હતું

આ પરીક્ષામાં શાળાના A ગ્રુપ ના 48 વિદ્યાર્થી મિત્રોએ ભાગ લઈ સફળ થયા હતા જેમાં આ બાળકો દ્વારા હવે પછીની JEE(ADVANCE) ની તૈયારી કરી ભારતની ટોપ IIT માં એડમિશન મેળવવાનું લક્ષ્ય છે આ માટે શાળાના આચાર્ય શ્રી તૃષાર પરમાર અને ડૉ.વિરલ એમ.નાણાવટી એ જે વિધ્યાર્થીઓ JEE(ADVANCE) માટે ક્વોલિફાય થયેલ છે તે વિધ્યાર્થી માટે ખાસ JEE(ADVANCE) ના ક્લાસ શરૂ કરી દીધા છે.

આ અભૂતપૂર્વ સિદ્ધિ માટે શાળાના સાયન્સ શિક્ષકોની ટીમના અથાગપ્રયત્ન એ તમામ સિદ્ધિ પ્રાપ્ત કરવામાં અને આ શાળાએ આગળનાં બધા રેકોર્ડ તોડીને મોટી સિધ્ધિ પ્રાપ્ત કરી તે બદલ શાળાના મેનેજિંગ ટ્રસ્ટી કિશનભાઈ માંગુકિયા , ડાઇરેક્ટર શ્રી આશીષ વાઘાણી અને શાળા આચાર્યગણ દ્વારા વિદ્યાર્થી,વાલીમિત્રો તથા શિક્ષકગણને ખુબ ખુબ અભિનંદન પાઠવેલ છે તથા વિદ્યાર્થીઓ જીવનમાં બીજી ઘણી સિધ્ધિઓ હાંસલ કરે તેવી પ્રેરણા આપવામાં આવેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button