સુરતઃ ઉગત કેનાલ જાહંગીરાબાદ સ્થિત ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ માં I FOLLOW ટ્રાફિક અવરનેસ કાર્યક્ર્મ સુરત સિટી ટ્રાફિક પોલીસ અને સુરત જિલ્લા શિક્ષણ કચેરી ના સહયોગ થી તારીખ 16/09/2023 ને શનિવારના રોજ આયોજન કરવામાં આવ્યું હતો. જેમાં સુરત શહેરની 400 થી પણ વધુ શાળા દ્વારા વિવિધ કાર્યક્ર્મમાં શિક્ષકો અને વિદ્યાર્થી દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો.જેમાં ટ્રાફિફની અવરનેસ માટે ચિત્ર સ્પર્ધા,રંગોળી સ્પર્ધા, એક મિનિટ વિડિયો, માઈમ સ્પર્ધા,વ્કૃત્વ સ્પર્ધા અને એક પાત્રીય અભિનય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધામાં મુખ્ય મેહમાન તરીકે સુરત શહેર પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર (IPS) અને પોલીસ ટીમ તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી ડૉ.દિપક દરજી અને શિક્ષણનિરીક્ષકની ટીમ ઉપસ્થિત રહ્યા હતાં. આ તમામ મેહમાનોનું સ્વાગત શાળાના પ્રમુખ રામજી ભાઈ માંગુકિયા ,જિગ્નેશભાઈ માંગુકિયા અને કિશનભાઈ માંગુકિયા દ્વારા સ્મૃતિભેટ અર્પણ કરી કરવામાં આવ્યું હતું. સાથે સાથે DCP ટ્રાફિક અને શિક્ષણનિરીક્ષક નું પણ સ્મૃતિભેટ અર્પણ કરવામાં આવી હતી.
વિજેતા વિદ્યાર્થી અને શિક્ષકોને કમિશ્નર અજયકુમાર તોમર (IPS), જિલ્લા શિક્ષણ અધિકારી ડૉ.દિપક દરજી સાહેબ,અને રામજીભાઈ માંગુકિયા દ્વારા પ્રશંસાપત્ર ,રોકડ પુરસ્કાર અને એજ્યુકેશન કીટ આપી સન્માનીત કર્યા હતા સાથે સાથે કમિશ્નર શ્રી અજયકુમાર તોમર દ્વારા આજના મોર્ડન યુગમાં વધતાં જતાં અકસ્માતોને કઈ રીતે નિવારી શકાઈ તેમનું માર્ગદર્શન આપ્યું હતું તેમજ ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના કાર્યક્ર્મના માધ્યમથી દરેક શાળા “ટ્રાફિક અવરનેસ્સ કાર્યક્ર્મ” કરે જેથી માતા-પિતા નિયમોનું માર્ગદર્શન પોતાના બાળકને આપે તેવી રજૂઆત કરી હતી.
અંતે શાળાના શહારણીય કાર્યને બિરદાવી શાળાના ઉપપ્રમુખ જિગ્નેશભાઈ માંગુકિયા તેમજ મેનેજિંગ ડારેકટર કિશનભાઈ માંગુકિયાને અભિનંદન પાઠવ્યા હતા સાથે સાથે શાળાના તમામ કર્મચારીગણ ના સહયોગને પ્રશંસનિય ગણી આભાર વ્યક્ત કર્યો હતો.