એન્ટરટેઇન્મેન્ટ
અતુલ બેકરી દ્વારા વેલેન્ટાઈન ડે ની વડીલો સાથે અનોખી ઉજવણી
વૃધ્ધોને ગુલાબના ફૂલ આપી તેઓની સાથે રોમાન્ટિક ફિલ્મી ગીતોની અંતાક્ષરી રમ્યા હતા
સુરત : વેલેન્ટાઈન એટલે સમગ્ર દુનિયામાં ઉજવવામાં આવતો પ્રેમ નો દિવસ. પણ પ્રેમ એટલે પ્રેમી પ્રેમિકા વચ્ચે જ નહીં દરેક જીવ સાથે પ્રેમ એવા ઉમદા વિચાર સાથે અતુલ બેકરી દ્વારા વેસુના બીગબઝર પાછળ આવેલા ભારતી મૈયા ચેરીટેબલ સંચાલિત વૃદ્ધાશ્રમના પશ્ચિમી અંજાઈને સંસ્કૃતિ થી તરછોડાયેલા વૃદ્ધ માં બાપ સાથે વેલેન્ટાઈન ડે નિમિતે માતૃ પિતૃ દિન તરીકે અનોખી ઉજવણી કરવામાં આવી હતી.
ઉજવણી દરમિયાન વૃધ્ધોને ગુલાબના ફૂલ આપી તેઓની સાથે રોમાન્ટિક ફિલ્મી ગીતોની અંતાક્ષરી રમ્યા હતા તેમજ કેક કટ કરીને પ્રેમથી કેક ખવડાવી હતી તેમને મળેલા આ મીઠા સન્માનથી વૃદ્ધ માતા-પિતાના હ્ર્દય ભરાઈ ગયા હતા અને તેમને અતુલ બેકરીના ચેરમેન અતુલભાઈ વેકરીયાને અને સ્ટાફને અંતરથી આશીર્વાદ આપ્યા હતા.