સુરત: જવાહરલાલ નહેરુ હોકી ટુર્નામેન્ટ-૨૦૨૩ અંતર્ગત સુરત શહેર માટે હોકી
સ્પર્ધા યોજાશે. સ્પર્ધામાં ભાગ લેવા માટે શાળાઓએ આચાર્યશ્રીના સહી-સિક્કા સાથે શાળાના
એલિજીબીલિટી ફોર્મ સુરત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, પહેલો માળ, સુડા ભવન, વેસુ- આભવા
રોડ, વેસુ ખાતે તા.૦૨-૦૯-૨૦૨૩નાં સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધીમાં જમા કરાવવા.
તા.૦૪/૦૯/૨૦૨૩ના રોજ તા.૧-૧-૨૦૦૮ સુધી ૧૫ વર્ષ પૂર્ણ થયા હોય તેવા અંડર-૧૫ના
ભાઈઓ, તા.૧-૧-૨૦૦૬ સુધી ૧૭ વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા અંડર-૧૭ બહેનો અને અંડર-૧૭
ભાઈઓની સ્પર્ધા યોજાશે.
આ સ્પર્ધામાં ફક્ત શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે, જેમાં એક જ
શાળાના વિદ્યાર્થીઓની ટીમનું પ્રવેશપત્ર મોકલવાનું રહેશે. વિજેતા થનાર ટીમને રાજ્યકક્ષાએ
ભાગ લેવા મોકલાશે. શાળાના લેટરપેડ પર ભાગ લેનાર તમામ ખેલાડીઓના નામ, જન્મ તા.,
જી.આર .નં. આચાર્યશ્રીના સહી સિક્કા સાથેની યાદી રજૂ કરવી.
ખેલાડીઓએ આધાર કાર્ડની
નકલ અને સ્કુલ આઈ-કાર્ડ સાથે રાખવું. સ્પર્ધા માટે શ્રી પરાગભાઈ મો.નં.૯૪૨૭૧ ૩૮૯૧૬ નો
સંપર્ક કરવા જિલ્લા રમત વિકાસ અધિકારી,જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર,સુરતની યાદીમાં
જણાવાયું છે.