એજ્યુકેશન

સુરતની સર્વોદય નગર પછાત વર્ગ સોસાયટી દ્વારા તેજસ્વી તારલાઓને ઈનામો આપી સન્માનિત કરાયા

સુરતઃ સુરતના ભટાર ખાતે આવેલી સર્વોદયનગર સોસાયટીમાં રહેતા ધોરણ-૧૦ અને ધો.૧૨ના તેજસ્વી
તારલાઓને પ્રોત્સાહન મળી રહે તે માટે પ્રમુખશ્રી અશોકભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને ઈનામ વિતરણનો કાર્યક્રમ
યોજાયો હતો.

આ પ્રસંગે પ્રમુખએ જણાવ્યું હતું કે, શિક્ષણએ વ્યકિત, સમાજ અને રાષ્ટ્રના નિર્માણનું  પહેલું
પગથીયું છે. શિક્ષણ વ્યવસ્થાએ સમાજનું હદય છે. શિક્ષણ દ્વારા જીવનનું ઘડતર અને ચણતર થાય છે. સારા
અભ્યાસ થકી માતા- પિતાનું અને સોસાયટીનું અને સમાજનું ગૌરવ વધે છે. સમય અને તક કયારે કોઇની રાહ જોતી
નથી. છેલ્લા છ વર્ષથી આવા કાર્યક્રમો થકી સોસાયટીનું સંગઠન મજબૂત બને અને વિદ્યાર્થી- વિદ્યાર્થીઓને પ્રેરણા
મળી રહેશે તેવા આશયથી કાર્ય કરી રહ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે દાતાઓના સહકારીથી તેજસ્વી
તારલાઓને સ્કુલબેગ, પાણીની બોટલ,ઘડિયાળ, બોલપેન, બોક્ષનું  વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સોસાયટીના ઉપપ્રમુખ રીનાબેન પટેલ, ઢોડીયા સમાજના પ્રમુખ દિનેશભાઇ
પટેલ, રાઠોડ સમાજના પ્રમુખ ભરતભાઇ, ડો.નિતીનભાઇ ચૌધરી, પ્રફૂલભાઇ પટેલ,
તેજસ પટેલ,  કમિટીના સભ્યો, સહિત ખૂબજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button