ગુજરાતનેશનલબિઝનેસસુરત

‘બીઆઈએસ’ લંબાશે તેવી આશા સાથે સરકારના નોટીફીકેશનની રાહ જોતું વેપારી આલમ

સોમવારે 3જી એપ્રિલથી ‘બીઆઈએસ’ લંબાવાની જગ્યાએ લાગુ થઈ જશે તો ? હજારો વેપારીઓ-યાર્ન મેન્યુફેક્ચર્સ ચિંતામાં

સુરતઃ ‘બીઆઈએસ’ સર્ટીફિકેટ દરેક વેપારી વર્ગના લોકો પાસે હોવું જરૂરી છે તેવું એક સરકારી જાહેનામામાં જણાવાયું છે. આ મુદ્દે વેપારીવર્ગમાં ચિંતા ઉચાટ હતી અને સૌએ એકઠાં થઈને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બોડાવાલા અને સુરતના સાંસદ દર્શનાબેન જરદોશની આગેવાનીમાં મિનીસ્ટ્રી ઓફ કેમિકલ ફર્ટીલાઈઝરમાં રજૂઆતો કરી હતી. રજૂઆતો બાદ બીઆઈએસ મુદ્દે વિચારણાં કરાશે તેવી હૈયા ધરપત અપાઈ હતી અને તે વાતને સમાચાર લખાઈ રહ્યાં છે ત્યારે 15 દિવસ જેટલો સમય વિતી જવા આવ્યો છે છતાં કોઈ નોટીફીકેશન સરકારે જાહેર નહી કરતાં વેપારી આલમમાં ચિંતાનું મોજું ફળી વળ્યું છે.

‘બીઆઈએસ’ એટલે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડના નોટીફીકેશન અંગે આ સમાચાર લખાઈ રહ્યાં છે ત્યાં સુધી સરકારે કોઈ ચોક્કસ સ્પષ્ટતા કરી નથી અને કોઈ જાહેરનામું તરતું કર્યુ નથી જેને કારણે ટૂંક સમય પહેલાં ‘બીઆઈએસ’ 3જી એપ્રિલથી લાગુ થશે તે જાહેરનામાને લઈને યાર્ન બનાવતાં મેન્યુફેક્ચર્સ સ્થાનિક તથા આંતરરાષ્ટ્રીય યાર્નના વેપારીઓની ચિંતામાં વધારો થયો છે. જોકે, બીઆઈએસમાં દર્શાવાયેલી જોગવાઈઓ ખૂબ જ અટપટી હોવાથી તે ઓછા સમયમાં પરીપૂર્ણ થઈ શકે તેમ ન હોવાથી કરોડોનું ટર્ન-ઓવર હાલ ઠપ્પ થઈ ચૂક્યું છે અને વિદેશમાં આર્ડર આપવો કે નહીં, અહીંથી માલ બહાર કાઢવો કે નહીં તેવી અનેક દુવિધાઓ હાલ વેપારીવર્ગને ઘેરી વળી છે.

બીઆઈએસ અંગેની સુરતના ઉદ્યોગપતિઓએ ફિઆસ્વીના ભરતભાઈ ગાંધી, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલા, ફોગવા અને તત્કાલિકન ચેમ્બર પ્રમુખની અધ્યક્ષતામાં વિચાર-વિમર્શ કરી સુરતના સાંસદ દર્શનાબેન જરદોશ તથા પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલને બીઆઈએસ લંબાવવા માટે રજૂઆતો લખી હતી. ત્યારબાદ રજૂઆતકર્તાઓ સુરતના સાસંદ દર્શનાબેન જરદોશની આગેવાનીમાં કેમિકલ ઓફ ફર્ટીલાઈઝર દિલ્હી ખાતે
રજૂઆતો કરવા પહોંચ્યાં હતાં જ્યાં તેમને ‘બીઆઈએસ’ લંબાવવા માટે વિચારણા કરાશે તેવો વિશ્વાસ અપાયો હતો.

આજે એ વાતને 15 દિવસ થઈ જવા છતાં બીઆઈએસ અંગે કોઈ સ્પષ્ટતા સરકારપક્ષેથી નહીં આવતાં વેપારીવર્ગ-ઉદ્યોગપતિઓ તથા યાર્ન મેન્યુફેક્ચર્સમાં ચિંતા ઉચાટ
જોવાઈ રહી છે. ચેમ્બર પ્રમુખ હિમાંશુ બોડાવાલા સહિતના અગ્રણીઓએ બીઆઈએસ અંગેની વિચારણા બેઠકમાં એવું પણ જણાવ્યું હતું કે ઉદ્યોગો માટે હમેશા સકારાત્મક વલણ અપનાવી ઉદ્યોગોની પડખે રહેનારા સી.આર પાટીલ આ મુદ્દે 3જી પહેલાં ચોક્કસ નિર્ણય લવડાવી આપે તે હાલ
જરૂરી છે.

નોંધનીય છે કે બીઆઈએસ 3જી એપ્રિલ-2023થી લાગુ થશે ત્યારે જેને હવે માત્ર શનિ-રવિ બે દિવસો જ આડા છે. જો બીઆઈએસ લાગુ થાય તો માર્કેટમાં પોલીએસ્ટરની અછત ઊભી થશે, અને લાખ્ખો વીવર્સોને પોતાના ઉત્પાદન માટે યાર્ન મળશે નહીં. જેમની પાસે યાર્ન હશે તેઓ ઊંચા ભાવે યાર્ન વેચશે જેના કારણે કારખાનાઓ બંધ થશે અને બેરોજગારી વધવાની સંપૂર્ણ શક્યતાઓને નકારી શકાશે નહીં. આમ પણ વીવીંગ યુનિટોમાં મંદીનો માહોલ છે અને ઘણાં કારખાનાઓ અઠવાડિયામાં બે દિવસ રજા સાથે એકપાળીમાં પોતાના યુનિટો ચલાવી રહ્યાં છે. બીઅઆઈએસ લાગું થશે તો મશીનો ભંગારના ભાવે નિકળે તો નવાઈ નહીં.

બીઆઈએસ સર્ટી ન હોય તો ?

બીઆઈએસ સર્ટી ન હોય તો મેન્યુફેક્ચર્સ ઉત્પાદન કરી શકશે નહીં, આ સિવાય આયાત-નિર્યાત અથવા વહેંચણી કે પછી ઉત્પાદિત કરાયેલાં માલનું વેંચાણ કરવું તથા તેનો સ્ટોક કરવા ઉપર પ્રતિબંધ ફરમાવાશે. જો કોઈ યાર્ન વપરાશકર્તા, ઉત્પાદક અને ડીલર પાસે બીઆઈએસ વિનાનું યાર્ન મળશે તો તેને પ્રથમ દર્શનીય રીતે 2 લાખનો દંડ થશે. બીજીવાર આવી પ્રવૃત્તિમાં સપાટી ઉપર આવશે ત્યારે તેવાં સંજોગોમાં 5 લાખ અને માલની 10 ગણી કિમંતનો દંડ ફટકારાશે સાથે 2 વર્ષની જેલની સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button