TMPISએ ઇન્વેસ્ટિચર સમારોહની ઉજવણી કરી, શાળાના યુવા વિદ્યાર્થી નેતાઓને શપથ લેવડાવી
સુરત:- TM પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ (TMPIS) યુવા વિદ્યાર્થીઓ 2022-23 સત્ર માટે શાળા દ્વારા તેમને સોંપવામાં આવેલી કાઉન્સિલના સભ્ય અને પ્રધાન પદની જવાબદારીઓ નિભાવવા અને નેતૃત્વ સ્વીકાર્યું હતા. જેના માટે શાળામાં ઇન્વેસ્ટિચર સમારોહ ઉજવવામાં આવ્યો, શાળાના યુવા નેતાઓને જવાબદારી નિભાવવા માટે શપથ લઇ તેમનામાંના તેમના મુકેલા વિશ્વાસને પ્રતિબદ્ધ કર્યો.
ઇન્વેસ્ટિચર સમારોહમાં આચાર્ય કેન્દ્રીય વિદ્યાલયના શ્રી આલોક તિવારી, શાળાના ટ્રસ્ટી શ્રી કે.સી. પટેલ અને TMPISના ડાયરેક્ટર તથા આચાર્ય શ્રી કે. મેક્સવેલ મનોહરએ ભાગ લીધો હતો, ઇન્વેસ્ટિચર સમારોહની ઉજવણી કરતા શાળાના વિદ્યાર્થીઓના બેન્ડે પેરેન્ટ્સને મંત્રમુગ્ધ કર્યા હતા.
બેજ ધારણ કરવા માટે કાઉન્સિલના સભ્યો તેમજ પ્રધાનઓએ તેમના ડ્રમ તાલ સાથે ભવ્ય કૂચ કરી હતી ત્યાર બાદ તેમણે તેમની ફરજો નિષ્ઠા, વિશ્વાસ અને શ્રેષ્ઠતા સાથે નિભાવવા માટે શપથ લીધા હતા.
ડાયરેક્ટર પ્રિન્સિપાલ શ્રી કે મેક્સવેલ મનોહરે શપથ લીધેલ વિદ્યાર્થીઓને સંબોધતા વિનંતી કરી હતી કે સંસ્થાને શ્રેષ્ટ બનાવવા માટે તેમણે સખત મહેનત કરવા પડશે અને તેના માટે યોગ્ય પ્રાથમિકતાઓ નક્કી કરી હમેશા ઉચ્ચ ધ્યેય રાખવા પડશે એવી.
આકર્ષક ગીત અને નૃત્ય કાર્યક્રમ એ TMPIS ના વિદ્યાર્થીઓ માટે મુખ્ય આકર્ષણ રહ્યું હતું.