ધર્મ દર્શનસુરત

યશોકૃપા નગરી બલર ફાર્મ વેસુ ખાતે ૨૩ દીક્ષાનું ત્રિદિવસીય ભવ્ય આયોજન

સુરત શહેરના વેસુ વિસ્તારમાં પ પૂ. ભક્તિયોગાચાર્ય શ્રી યશોવિજય સુરિશ્વરજી મ.સા. તેમજ પદ્મવિભૂષણ સરસ્વતીનંદન પ. પૂ. આ શ્રી રત્નસુંદર સુરિશ્વરજી મ.સા. આદિ વિશાળ શ્રમણ શ્રમણી ભગવંતોની નિશ્રામાં આગામી દિવસોમાં રોમે રોમે પરમ સ્પર્શ દીક્ષા મહોત્સવ યોજાનાર છે અને તેને વિરતિ રથ એવું નામ આપવામાં આવ્યું છે . 23 દીક્ષા અને તેને અંતર્ગત ત્રિદિવસીય મહોત્સવ યશોકૃપા નગરી – બલર ફાર્મ વેસુ ખાતે યોજાનાર છે અને મહોત્સવના સંપૂર્ણ લાભાર્થી કોરડીયા ભારમાલભાઈ માલજીભાઈ પરિવાર યશોકૃપા પરિવાર દ્વારા યોજાશે.

મહોત્સવની રૂપરેખા આ પ્રમાણે છે:

29 નવેમ્બર કારતક વદ બીજ બુધવાર ના શુભદિને સવારે 8:30 કલાકે પૂ. ભગવંતોનો પ્રવેશ -સવારે 9:00 કલાકે પ્રવચન અને ઉપકરણની ઉછામણિ અંકુરભાઈ અને હાર્દિકભાઈના સથાવારે થશે. બપોરે 2:00 કલાકે ઉપકરણ વધામણાં અને છાબ ભરવાની વિધિમાં હર્ષિતભાઈ અને ઈશાનભાઈ ઉપસ્થિત રહેશે.સાંજે 7:30 કલાકે પારસભાઈ અને વિરાજભાઈ ના સથાવારે સંયમ શનગાર અંતર્ગત વિદાય સમારંભ અને મુમુક્ષુ બહેનોના ઉદ્દગાર લોકોને સાંભળવા મળશે.

કારતક વદ ત્રીજ – 30 નવેમ્બર ગુરુવારના રોજ સવારે 6:00 કલાકે શાંતિનાથ દાદાનો શાંતિધારા અભિષેક સવારે 9:00 કલાકે જાજરમાન વર્ષીદાનયાત્રા જેમાં દેશભરમાંથી
વિધ-વિધ મંડળીઓ, હાથીઓ, ઘોડાઓ, તેમજ દીક્ષાર્થીઓની જાજરમાન બગીઓ નિહાળવાનું બીજી વાર નઈ મળે.

સૌથી ખાસમાં ત્રણલોકનાં નાથનો રથ જયારે ચતુર્વિધ શ્રીસંઘ સાથે વેસુના વિવિધ વિવિધ માર્ગો ઉપર નીકળશે એ નિહાળવા લાયક હશે. અને સાંજે 4:00 કલાકે મુમુક્ષુનું સાંસારિક પાત્રમાં અંતિમ વાયણું સાંજે 7:00 કલાકે મહાઆરતી અને સાંજે 7:30 કલાકે મનનભાઈ – ભાવિકભાઈ અને મૌલીકભાઈ ના સથવારે સંયમ તડપન અંતર્ગત મુમુક્ષુ ભાઈઓનો વિદાય સમારંભ અને તેમના અંતરના ઉદ્દગાર.

કારતક વદ ચોથ – 1 ડિસેમ્બર શુક્રવાર ના રોજ યશોકૃપા નગરીમાં સવારે 5:04 કલાકે દીક્ષા વિધિ પ્રારંભ અને સવારે 8:01 કલાકે રજોહરણ પ્રદાન પળ. આ પાવન દિને શનીભાઈ – ઉમંગભાઈ અને પ્રફુલભાઇ પોતાની આગવી શૈલીમાં માહોલને ભાવવર્ધક બનાવશે.

અંદાજે 1,50,000 સ્કવેર ફૂટથી પણ વધારે મોટી જગ્યામાં *દીક્ષા મંડપ- ભોજન મંડપ કેવું અદ્દભુત દ્રશ્ય સર્જાશે જયારે અંદાજે 25,000 સ્કવેર ફૂટનાં દીક્ષામંડપમાં પ્રવચનપ્રભાવકશ્રીજી દીક્ષાર્થીઓને રજોહરણ પ્રદાન કરશે.આ મુમુક્ષુઓનાં અને તેનાથી પણ વધારે આ પરિવારોનાં ઉલ્લાસ અને ભાવો કેવાં ઉચ્ચકોટિનાં હશે.

આપ તો આવી ઐતિહાસિક 23 દીક્ષામાં પધારવાનું ચૂકશો નહીં.આવી અદ્દભુત દીક્ષા નિહાળવા-માણવા તેમજ આવી પળોનાં સાક્ષી બનવા રોમે રોમે પરમ સ્પર્શ દીક્ષા મહોત્સવવિરતિ રથ વેસુ બલર ફાર્મ પધારો આ તમામ પ્રસંગોમાં સૌને પધારવા લાભાર્થી કોરડીયા ભારમાલભાઈ માલજીભાઈ પરિવાર યશોકૃપા પરિવાર દ્વારા આમંત્રણ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button