વાસ્તુ બમ્પર ધમાકા ઓફરના વિજેતાને કારની મળી ચાવી
વિસાવદર: 7 ફેબ્રુઆરી 2022 શ્રી ભૂપતભાઈ સુખડિયા વાસ્તુ બમ્પર ધમાકા ઓફરના વિજેતા પુરવ કુમાર નિમાવતને નવા સ્પાર્કલિંગ અલ્ટો વાહનની ચાવીઓ સોપી હતી. પુરવ કુમાર નિમાવત સૌરાષ્ટ્રના વિસાવધાર જિલ્લાના છે.
સમગ્ર ભારતભર માંથી 51 નસીબદાર વિજેતાઓએ વાસ્તુ બમ્પર ધમાકા ઓફર હેઠળ બહુવિધ ઈનામો જીત્યા હતા જેમાં સૌથી મોટા ઈનામ કાર અને બાઇક વિજેતા ભારતના નાના ગામડાઓમાંથી હતા, જે આપણને વાસ્તુ ઘીની હાજરી મોટા શહેરો ઉપરાંત ભારતના નાના ગામડાઓમાં છે એ દર્શાવે છે. આ સમગ્ર સ્પર્ધા ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા હાથ ધરવામાં આવી હતી જેમાં ગ્રાહકોએ વાસ્તુ ઘી ના પેક પરનો કોડ સ્કેન કરીને પોતાની નોંધણી કરાવવાની હતી.
કાર્યક્રમ ઉપસ્થિત રહેલ વાસ્તુ ડેરી ચેરમેન શ્રી ભૂપતભાઈએ જણાવ્યું હતું કે આં સમગ્ર પ્રક્રિયા આપણા દેશનો ડીજીટલ વિકાસ દર્શાવે છે.વાસ્તુ ડેરી આજે ભારતમાં સૌથી ઝડપથી વિકસતી કંપનીઓમાંની એક છે અને તે તેના ગ્રાહકોને ધ્યાનમાં રાખીને ઘણી બધી ઑફર્સ સાથે આવે છે. “વાસ્તુ રાખે તમારા સ્નેહીજનોની સંભાળ ” આ વિચાર સાથે દરરોજ કામ કરે છે. “સ્યોરીટી ફોર પ્યોરીટી” ના મંત્ર સાથે કામ કરે છે.